Cyclone Tauktae : વાવાઝોડાને લઈ AMC તંત્ર સજ્જ, હેલ્પલાઇન નંબર કરવામાં આવ્યો જાહેર

|

May 18, 2021 | 1:23 PM

Cyclone Tauktae : હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે.

Cyclone Tauktae : હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે. 24 કલાકમાં 4524 લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવાયું છે તો જિલ્લાના 4 તાલુકાના 223 આશ્રય સ્થાનો આશ્રિતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાઉ તે વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા અને તેને ખાળવા માટે આગોતરા આયોજન રૂપ તમામ તૈયારી કરવામાં આવી છે.

તાઉ તે વાવાઝોડાને લઈને અમદાવાદ જિલ્લા કલેકટર ઓફીસે કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાં સતત થઈ રહ્યું છે જિલ્લાનું મોનીટરીંગ. સાણંદ, બાવળા, ધોળકા, વિરમગામની પરિસ્થિતિ પર રાખવામાં આવી રહી છે વોચ. આ માટે 07927560511 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તો વાવાઝોડાને પગલે AMC દ્વારા ટેમ્પરરી કંન્ટ્રોલ રુમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમા કુલ 16 કંન્ટ્રોલ રુમ તૈયાર કરાયા છે.

ફાયર વિભાગનો એક કંન્ટ્રોલ રુમ, અને એક મુખ્ય કંન્ટ્રોલ રુમ તૈયાર કરવામાં આવ્યા છે. 8 બોટ 5 રેસ્ક્યુ વ્હિકલ અને 1 એર બોટ તૈયાર કરવામાં આવી છે. વાવાઝોડા ના પગલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય ઉપર છે. NDRF ની 2 ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.

વાવાઝોડાની અસરને કારણે અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ સવારથી સતત વરસી રહ્યો છે વરસાદ. અમદાવાદ જિલ્લામાં સાણંદ, દસક્રોઈ , બાવળા , વિરમગામ , ધોળકા , ધોલેરામાં સતત વરસી રહ્યો છે વરસાદ. વાવાઝોડાને પગલે અમદાવાદમાં 5 વાગ્યાની આસપાસ અંદાજે 3 થી 4 ઇચ વરસાદની શક્યતા છે. 4 વાગ્યા બાદ જોવા ભારે પવન અને વરસાદ જોવા મળશે.

આ પૈકી ધોલેરા તાલુકામાં 42, ધંધૂકામાં 40, સાણંદમાં 72, વિરમગામમાં 4 અને ધોળકા તાલુકામાં 65 આશ્રય સ્થાન સ્થળાંતર કરાતા આશ્રિતો માટે કાર્યરત કરાવવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરથી સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠાના ૧૬ ગામો પૈકીના ૪૫૨૪ લોકોને સલામતીપૂર્વક ઉક્ત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જેમાં 2924 પુરુષ, 1253 સ્ત્રી અને 347 બાળકોનો સમાવેશ થાય છે.

Next Video