Cyclone Biparjoy Breaking : 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ, PGVCL એલર્ટ મોડ પર,જૂઓ Video

|

Jun 13, 2023 | 11:25 AM

ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દરિયાકાંઠા વિસ્તારો માટે ખાસ સજ્જ કરવામાં આવી છે. 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ છે.

Cyclone Biparjoy Breaking : 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ, PGVCL એલર્ટ મોડ પર,જૂઓ Video

Follow us on

Cyclone Biparjoy  : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel ) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે. બીજી તરફ ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દરિયાકાંઠા વિસ્તારો માટે ખાસ સજ્જ કરવામાં આવી છે. 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ છે.

આ પણ વાંચો- Breaking News : Cyclone Biparjoyના પગલે જામનગરમાં 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડી પડાયુ, 15 હજાર લોકોનું કરાવાશે સ્થળાંતર

15 એમ્બ્યુલન્સ ઇફેકટેડ કોસ્ટલ એરિયામાં રખાઇ

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાને લઈને 108 ઈમરજન્સીનું આયોજન કરાયુ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એમ્બ્યુલન્સને તહેનાત કરાઇ છે. હાલ 200થી વધુ એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રમાં કાર્યરત છે. 200માંથી 15 એમ્બ્યુલન્સ ઇફેકટેડ કોસ્ટલ એરિયામાં રાખવામાં આવી છે. જેથી કોઇપણ ગંભીર પરિસ્થિતિ હોય તો તેમાં મેડિકલ સેવા આપી શકાય.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોસ્ટલ એરિયામાં સુરેન્દ્રનગર અને મોરબીથી એમ્બ્યુલન્સ મોકલી દેવામાં આવી છે. જેથી ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સારવાર આપી શકાશે. તમામ એમ્બ્યુલન્સમાં દવાનો પૂરતો જથ્થો પણ રાખવામાં આવ્યો છે. જેથી વિકટ પરિસ્થિતિમાં પણ દવાનો જથ્થો ખૂટે નહીં. બીજી તરફ 108 એમ્બ્યુલન્સના સ્ટાફને સતર્ક રહેવા આદેશ કરવામાં આવ્યા છે. તો સાથે જ જો જરૂર જણાય તો અન્ય એમ્બ્યુલન્સની સુવિધા વધારાઈ શકે છે.

PGVCL એલર્ટ મોડ પર

વાવાઝોડાના ખતરાને લઈને PGVCL એલર્ટ મોડ પર છે. સૌરાષ્ટ્રમાં 11 હજારથી વધુ કર્મચારીઓનો સ્ટાફ સ્ટેન્ડ ટુ છે. દરિયા કાંઠા વિસ્તારમાં PGVCLના કર્મીઓ 24 કલાક સ્ટેન્ડ ટુ રહેશે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકામાં કર્મચારીઓ ખડેપગે છે. અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં PGVCLનો સ્ટાફ સજ્જ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 70 હજાર વીજપોલનો સ્ટોક રખાયો છે.

દરેક સબ ડિવિઝનમાં 3 ટીમ 24 કલાક ખડેપગે રહેશે. ઇજનેર, લાઇનમેન અને કોન્ટ્રાકટરની 3 ટીમ હાજર રહેશે. જૂનાગઢમાં સાસણ દેવળીયા સફારી પાર્ક બંધ છે. ગિરનાર સફારી પણ બંધ રહેશે. પોરબંદર રૂટની તમામ એસટી બસ બંધ રહેશે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:12 am, Tue, 13 June 23

Next Article