Cyclone Biparjoy Breaking : જખૌ પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો, શ્રમિકોના ઘરમાં ઘૂસ્યા પાણી

|

Jun 15, 2023 | 1:02 PM

પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.

Cyclone Biparjoy Breaking : જખૌ પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો, શ્રમિકોના ઘરમાં ઘૂસ્યા પાણી

Follow us on

Kutch : કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની (Cyclone Biporjoy) અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની (Cyclone Biparjoy)અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.

આ પણ વાંચો-Biparjoy Cyclone : વાવાઝોડામાં બચાવ કાર્ય, કોસ્ટ ગાર્ડના જવાનોએ દરિયામાં ફસાયેલા લોકોને કર્યા એરલિફ્ટ, જુઓ PHOTO

બિપોરજોય વાવાઝોડાની મોટી ખબર સામે આવી છે, બિપોરજોય વાવાઝોડુ રાત્રે 9થી 10 કલાકની વચ્ચે જખૌમાં ટકરાઇ શકે છે. વાવાઝોડાની (Cyclone Biparjoy)અસર કચ્છમાં દેખાવાની શરુ થઇ ગઇ છે, કચ્છમાં જુદા જુદા વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અમદાવાદ ફાયરની 4 ટીમ સાધનો સાથે કચ્છ પહોંચી

સંભવિત વાવાઝોડાની અસરને પગલે કચ્છમાં સજ્જતા જોવા મળી રહી છે. NDRF, SDRF સાથે કચ્છમાં 4 ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ ફાયરની 4 ટીમ સાધનો સાથે કચ્છ પહોંચી છે. વાવાઝોડા બાદ રાહત-બચાવ માટે ટીમ સક્ષમ છે. નલિયા,નારાયણસરોવર, માંડવી અને ભુજમાં આ ટીમ તહેનાત રહેશે. મેટલ કટર,વુડ કટર સહિતના સાધનોથી ટીમ ખડેપગે રહેશે.

વાવાઝોડું જખૌથી માત્ર 170 કિમી દૂર છે. તે સાંજે જખૌ પોર્ટ ક્રોસ કરશે

બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 170 કિમી દૂર છે. તે સાંજે જખૌ પોર્ટ ક્રોસ કરશે. સાંજે 120થી 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે, હાલ 6 કિમીથી વધુની ઝડપે આગળ વધી રહ્યું છે. તો રાજ્યમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યુ છે

મહત્વનું છે કે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:48 pm, Thu, 15 June 23

Next Article