વડોદરા ગોત્રી રેપકાંડના આરોપી અશોક જૈનને પાલીતાણાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

|

Oct 07, 2021 | 10:08 AM

વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case) આરોપી અશોક જૈનને શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું

વડોદરા ગોત્રી રેપકાંડના આરોપી અશોક જૈનને પાલીતાણાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
crime branch nabs vadodara gotri rape case fugitive accused ashok jain from palitana

Follow us on

વડોદરા ગોત્રી રેપકાંડના મુખ્ય સૂત્રધાર ભાગેડુ આરોપી અશોક જૈનની પાલીતાણાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

વડોદરા(Vadodara) શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case) આરોપી અશોક જૈન(Ashok Jain) શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. જેમાં અશોક જૈનને ઝડપી પાડવા પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતા.

એકતરફ અશોક જૈનની આગોતરા જામીન અરજીની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.જ્યારે બીજીતરફ પોલીસ અશોક જૈનની શોધખોળ કરી રહી છે. પોલીસે તેના આશ્રય સ્થાનોની માહિતી મેળવવા તે રાજસ્થાન અથવા ઉત્તરપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં પોલીસની બે ટીમોએ વિવિધ જગ્યાએ આરોપીની તપાસ કરી રહી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ દરમ્યાન વડોદરાના(Vadodara) ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી રાજુ ભટ્ટને(Raju Bhatt) જેલમાં ધકેલાયો છે. રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા આજે ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો..મહત્વનું છે કે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો.

પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઉંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. આજે તેના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસ તેને અદાલતમાં રજૂ કર્યો હતો.

આ પણ વાંચો : હાય રે  મોંઘવારી , ગુજરાતમાં હવે સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં પણ વઘારો

આ પણ વાંચો : Navratri 2021: આજથી નવરાત્રિનો શુભારંભ, ઉપવાસ પહેલા કરો આ કામ, દરેક મનોકામના પૂરી થશે

Published On - 8:45 am, Thu, 7 October 21

Next Article