સીઆર પાટીલની સરકારી અધિકારીઓને ચીમકી, ‘જનપ્રતિનિધિના ફોન ન ઉપડે તે ચલાવી નહિ લેવાય’
Amreli: સીઆર પાટીલે સરકારી અધિકારીઓને ફરી ચીમકી આપી છે. પાટીલે કહ્યું કે અધિકારીઓ જનપ્રતિનિધિના ફોન ન ઉપડે તે ચલાવી નહિ લેવાય.
Amreli: લાઠીના કાચરડી ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનુ (CR Paatil) નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં સરકારી અધિકારીઓ પર પાટીલે નિશાન સાધ્યું હતું. પાટીલે કહ્યુ કે ‘મુખ્યમંત્રી દ્વારા તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે, કે ચૂંટાયેલા દરેક ધારાસભ્યોના નંબર મોબાઈલમાં સેવ હોવા જોઈએ અને તેમના ફોન ઉપાડી તેમને મદદરૂપ થવું.
તો સીઆર પાટીલે એમ પણ કહ્યું કે હવે અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે અધિકારીઓ હજુ પણ જન પ્રતિનિધિઓના ફોન ઉપાડતા નથી. પાટીલે કડક સ્વરમાં કહ્યું કે તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકામાં પણ અધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિતિનિધિઓના ફોન ઉચકતા નથી. તમામને સૂચનાઓ મળશે બધાના ફોન ઉપાડવા પડશે. પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના અધિકારીઓ ફોન નહિ ઉપાડે તો ચલાવી નહિ લેવાય.