કોરોના (Corona) તીવ્ર ગતીએ વધી રહ્યો હોવાથી હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સરકારે કોરોનની સ્થિતિને પહેંચી વળવા માટે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ ટાસ્ક ફોર્સ (Covid Task Force)ના સભ્ય ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સંયુક્ત રીતે લોકોને કોરોનાથી બચવા શું કરવું જોઈએ તેની જાણકારી આપી હતી.
ટાસ્ક ફોર્સની બેઠક બાદ ડો. સુધીર શાહે જણાવ્યું કે, નવો વેરિઅન્ટ ઓમિક્રોન (omicron) આવી ગયો છે. 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિઅન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેક્સિન નથી લીધી એ અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી. અગાઉની દવા કારગત નીવડી નથી.
આ વાઇરસને ગંભીરતાથી લેવાની જરૂર છે. દર્દીઓને બે કેટેગરી લો અને હાઈ ડીસીઝ એમ બે કેટેગરીમાં દર્દીઓને વહેંચવામાં આવશે. હાલમાં લો રિસ્ક છે અને દર્દીઓ ચારથી પાંચ દિવસમાં સાજા થઈ જાય છે. જેને પણ લક્ષણ હોય તેણે તરત ટેસ્ટ કરાવી દવા શરૂ કરવી જોઇએ.
ડૉ. દિલીપ માવલંકરે કહ્યું કે, બિન જરૂરી બહાર ના જાઓ, મેળાવડા ટાળો. પ્રસંગો તો આવ્યા કરશે પણ તેમાં ભીડ ના કરવી જોઈએ. લક્ષણો હોય તો આઈસોલેટ થઈ જાઓ, શરદી ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો. વૃદ્ધો કે યુવાઓ કો-મોર્બિડ હોય તો તેઓએ ઘરે ધ્યાન રાખવાની જરૂરી છે.
ડો. અતુલ પટેલે જણાવ્યું કે, અત્યારે જે કેસો આવે છે તેમાં વધારે ઓમિક્રોન છે. ગત વર્ષે આવેલા ડેલ્ટા અને ઓમિક્રોન બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. ડેલ્ટા શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે.
ઝાયડસ હોસ્પિટલના ડો.વી.એન શાહે કહ્યું કે, કારણ વગર ખાલી રિપોર્ટ ના કરાવવો જોઇએ. જેમને લક્ષણો હોય તેમણે જ રિપોર્ટ કરાવવો જોઈએ. લક્ષણો હોય ને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો પણ RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. લોકો ICUમાં દાખલ છે એ લોકોએ વેક્સિન નથી લીધી. હજી બાળકોને વેક્સિન નથી મળી તેથી તેમનું ખાસ ધ્યાન રાખો.
ડો. તુષાર પટેલે કહ્યું કે, હાલમાં માઈલ્ડ પ્રકારના કેસો છે. માઇલ્ડ કેસોમાં તાવ આવે છે, 101, 102 ડિગ્રી અને બીજા દિવસે 99 થઈ જાય છે. પેરાસિટામોલ ટેબલેટ લેવાથી તાવ ઓછો થઈ જાય છે. શરદી થાય છે અને નાક બંધ થઈ જાય છે. બે દિવસ અને ચાર દિવસ બાદ ખાંસી આવે છે. ગળામાં દુઃખાવો પણ થાય છે. ખાવામાં તકલીફ પડે છે. આ દુઃખાવાથી ગભરાવું નહિ. પ્રવાહી વધારે લેવું તેમજ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ.
આરોગ્ય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ત્રીજી લહેર પીક પર જવાની તૈયારી હોય એવો અત્યારે ઉછાળો છે. ઓછામાં ઓછા લોકોને ઓક્સિજન અને ICUની જરૂર પડે એવી વ્યવસ્થા સરકારે કરી છે. સરકારે SOP પ્રજા સમક્ષ મૂકી છે, જેનું પાલન કરવાની જવાબદારી લોકોની છે.પ્રજાએ SOPનું પાલન કરવું પડશે. માસ્ક માટે દંડનીય કાર્યવાહી ન કરીએ તેની જવાબદારી લોકોની છે. લોકોએ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા SOPનું પાલન કરવું પડશે. નવી SOP પરિસ્થિતિ મુજબ લાવીશું.
આ પણ વાંચોઃ Ahmedabad: કોરોનાના કેસ વધતાં તૈયારીઓ શરૂ, આરોગ્ય પ્રધાને કરી બેઠક
આ પણ વાંચોઃ બહારથી જમવાનું મંગાવતા પહેલાં ચેતજોઃ અમદાવાદના પરિવારે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર!