ગુજરાતમાં 1 માર્ચથી સરકારી હોસ્પિટલમાં મફતમાં અને ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં કોરોના વેક્સિન મળશે: નીતિન પટેલ

|

Feb 27, 2021 | 7:45 PM

1 માર્ચથી ગુજરાતમાં ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં વેક્સીન મળશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે વેક્સીન મળશે. તેમજ આ ચાર્જથી ખાનગી હોસ્પિટલમાં સરળતાથી વેક્સીન મળશે.

ગુજરાતમાં પણ 1 માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે. તેમને Vaccinationનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. હાર્ડ ફીવર, હૃદયને લગતા રોગો, જન્મજાત હૃદયરોગ, હાઈપોટેન્શન, ડાયાબિટીસ હોય કેન્સર સિક્લસેલ, બોનમેરો ફેલ્યોર, એચઆઈવી પ્રકારના રોગોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈડ્ કરે તેવા 45 વર્ષના ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે. આ માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલા અઠવાડિયામાં 500 જેટલા સેન્ટરમાં Vaccination શરૂ કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાને માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સીનના એક ડોઝની કિંમત નક્કી કરાઈમાં આવી છે. જેમાં સરકાર દ્વારા વેક્સીનની 250 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. જેમાં કોરોના વેક્સિનની એક ડોઝની કિંમત 150 રૂપિયા, 100 રૂપિયા વહિવટી ચાર્જ વસૂલવામાં આવશે. જેમાં 1 માર્ચથી ગુજરાતમાં ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં વેક્સીન મળશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે વેક્સીન મળશે. તેમજ આ ચાર્જથી ખાનગી હોસ્પિટલમાં સરળતાથી વેક્સીન મળશે. જેની માટે મોબાઈલથી મોબાઈલ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

 

Published On - 7:45 pm, Sat, 27 February 21

Next Video