
રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પહેલા તંત્ર દ્વારા મોતના આંકડા આપવામાં આવતા હતા. જોકે મૃતદેહોની લાંબી કતારો અંગેના અહેવાલો પ્રસારીત થતા તંત્રએ મોતના આંકડા જાહેર કરવાની માંડી વાળ્યું છે.
આ પણ વાંચો: સુરતના યુવાઓએ સરકારી જાહેરાતને આવકારી, કોરોના કાળમાં સરકાર નોકરી આપે તે સારી વાત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 1:24 pm, Sat, 5 September 20