કોરોના સુરક્ષા માટે લાપરવાહો સામે જાહેર સ્થળોએ કડકાઈ પણ સરકારી કચેરીઓમાં લાલિયાવાડી, જાણો ભરૂચની શું છે પરિસ્થિતિ

સરકાર સોસીયલ ડીસ્ટન્સના પાલન અને કોરોના સાવચેતી માટે કડક હાથે કામ લઇ રહી છે. જાહેર સ્થળોએ લોકો સાથે કડકાઈથી વર્તતા તંત્ર માટે દિવા તળે અંધારાની કહેવત સાર્થક થઇ રહી છે. ભરૂચની સરકારી કચેરીઓમાંજ સોઈયળ ડિસ્ટન્સ વગર લોકો કતારોમાં ઉભેલા નજરે પડે છે તો કેટલાકને તો માસ્ક પહેરવાનું પણ જરૂરી લાગતું નથી છતાં તંત્રના ધ્યાને તેમની […]

કોરોના સુરક્ષા માટે લાપરવાહો સામે જાહેર સ્થળોએ કડકાઈ પણ સરકારી કચેરીઓમાં લાલિયાવાડી, જાણો ભરૂચની શું છે પરિસ્થિતિ
| Edited By: | Updated on: Oct 16, 2020 | 4:09 PM

સરકાર સોસીયલ ડીસ્ટન્સના પાલન અને કોરોના સાવચેતી માટે કડક હાથે કામ લઇ રહી છે. જાહેર સ્થળોએ લોકો સાથે કડકાઈથી વર્તતા તંત્ર માટે દિવા તળે અંધારાની કહેવત સાર્થક થઇ રહી છે.

ભરૂચની સરકારી કચેરીઓમાંજ સોઈયળ ડિસ્ટન્સ વગર લોકો કતારોમાં ઉભેલા નજરે પડે છે તો કેટલાકને તો માસ્ક પહેરવાનું પણ જરૂરી લાગતું નથી છતાં તંત્રના ધ્યાને તેમની કચેરીઓ કેમ નથી આવતી તે પ્રશ્ન ઉઠી રહ્યા છે.

ભરૂચના જનસેવા કેન્દ્રમાં સવારના સુમારે કામ માટે આવેલા લોકોની ભીડ જામી હતી. કામની સરળતા માટે લોકોને લાઈનમાં ઉભા રાખ્યા હતા પરંતુ લાઈનમાં સોસીયલ ડીસ્ટન્સનું પાલન કરવું ન તો અરજદારોએ મુનાસિફ સમજ્યું ન તો કોઈ સરકારી બાબુનું આ તરફ ધ્યાન ગયું હતું. પૂરતી હવાઉજાસ ન હોય તેવા બંધિયાર વિસ્તારમાં સંક્રમણનો ભય વધુ ફેલાતો હોય છે. લોકોએ પોતાનું કામ ઝડપથી પતાવવાની ઉતાવળમાં કોવિડ ૧૯ ગાઇડલાઇનની ઐસીતૈસી કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે સરકારી કચેરીઓમાં કોરોના સુરક્ષા માટે તકેદારીના સપથ લેવાયા હતા પરંતુ ૨૪ ક્લાકમાંજ શપથ ભૂલી જવાઈ હતી. ભરૂચમાં કોરોનના કેસ ૨ હજારને પર થી ચુક્યા છે છતાં લાપરવાહીનુ આ સ્તર ચોક્કસ જોખમી સ્તરે પહોંચે તેવો ભય વર્તાઈ રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો