કોરોના જ નહીં પરંતુ સિઝનલ ઈન્ફેક્શનથી પણ સુરક્ષા આપતા પોકેટ માસ્ક બજારમાં આવ્યા

કોરોના કાળમાં સ્વસ્થ રહેવા દરેક વ્યક્તિ કંઈને કંઈ પ્રયાસ કરતો રહે છે. ભરૂચના એક ટેલરે બેવડીઋતુ અને કોરોના સામે રક્ષણ આપતા નવતર 3D પોકેટ માસ્ક બનાવ્યા છે. આ માસ્કના પોકેટમાં કપૂર કે શ્વશનતંત્રને મદદ કરતી ઔષધિઓ મુકવા વ્યવસ્થા રખાઈ છે. માસ્કના પોકેટમાં મુકાયેલી ઔષધિઓ ઈમ્યુનીટી બુસ્ટ કરવા સાથે સીઝનલ ડીસિઝ અને શરદી-કફ સામે પણ રાહત […]

કોરોના જ નહીં પરંતુ સિઝનલ ઈન્ફેક્શનથી પણ સુરક્ષા આપતા પોકેટ માસ્ક બજારમાં આવ્યા
| Edited By: | Updated on: Oct 17, 2020 | 7:01 PM

કોરોના કાળમાં સ્વસ્થ રહેવા દરેક વ્યક્તિ કંઈને કંઈ પ્રયાસ કરતો રહે છે. ભરૂચના એક ટેલરે બેવડીઋતુ અને કોરોના સામે રક્ષણ આપતા નવતર 3D પોકેટ માસ્ક બનાવ્યા છે. આ માસ્કના પોકેટમાં કપૂર કે શ્વશનતંત્રને મદદ કરતી ઔષધિઓ મુકવા વ્યવસ્થા રખાઈ છે. માસ્કના પોકેટમાં મુકાયેલી ઔષધિઓ ઈમ્યુનીટી બુસ્ટ કરવા સાથે સીઝનલ ડીસિઝ અને શરદી-કફ સામે પણ રાહત અપાવશે. કોરોના મહામારીમાં અન્ય વેપાર-ધંધા પણ ઓક્સિજન પર જાણે ચાલી રહ્યા છે. તહેવારોની ઉજવણી પણ લોકિંગમાંથી પસાર થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આવા સમયે ટેલરિંગના વ્યવસાય સાથે જોડાયેલા ધર્મેશ પરમારે કોરોના સામે રક્ષણ આપવા નવતર માસ્ક તૈયાર કર્યા છે. માસ્ક બનાવનાર ધર્મેશ પરમારે માસ્કમાં ખિસ્સું બનાવ્યું છે. આ ખિસ્સું પૈસા મુકવા નહીં પરંતુ ઔષધિ મુકવા બનાવાયું છે. પોકેટમાં લોકો કપૂર, અજમો, લવિંગ, નિલગીરીના તેલ કે વિક્સની પડીકી મૂકી શકે તેવી વ્યવસ્થા રખાઈ છે. હવે બેવડી ઋતુ શરૂ થઈ રહી છે, ત્યારે કોરોના ઉપરાંત સિઝનલ ઈન્ફેક્શનનો ભય રહે છે. સિઝનલ શરદી-કફ સામે પણ લોકોને રક્ષણ મળશે. નાના બાળકોને શરદી થાય. ત્યારે અગાઉ અજમાની પોટલી ગળામાં પહેરાવવામાં આવતી હતી એ જ આઈડિયા પર પોકેટ માસ્ક બનાવાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ટેલરનો આઈડિયા આમ તો ખુબ સારો લાગી રહ્યો છે. પરંતુ તબીબી ક્ષેત્ર કારગર માનતું નથી. આયુર્વેદિક કોલેજના આચાર્ય કિશોર ઢોલવાનીએ જણાવ્યું હતું કે કપૂર અને અન્ય ઔષધિઓ થોડો સમય સુધી સૂંઘવામાં આવે તો જ લાભદાયક છે. જો આખો દિવસ તેને માસ્કના પોકેટમાં રાખી મુકવામાં આવે તો આડઅસર પણ થઈ શકે છે. ઔષધિઓનો અતિરેક ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે માટે તબીબી સલાહ વગર અખતરા કરવા જોઈએ નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો