Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો વિસ્ફોટ થાય તો નવાઈ નહીં, લોકોએ કર્યો નિયમનો ઉલાળ્યો

|

Apr 03, 2021 | 4:23 PM

હાલ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. કોરોના સંખ્યા મામલે પોતાના જ બધા જ રેકોર્ડ તોડી રહ્યો છે. રાજકોટની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં જ લોકો માસ્ક પહેર્યા વગરના નજરે આવ્યા હતા.

હાલ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. કોરોના સંખ્યા મામલે પોતાના જ બધા જ રેકોર્ડ તોડી રહ્યો છે. રાજકોટની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં જ લોકો માસ્ક પહેર્યા વગરના નજરે આવ્યા હતા.

TV9 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાંતપાસ કરવામાં આવી હતી. જેમાં જ્યાં સૌથી વધુ સંક્ર્મણનું જોખમ છે તે સિવિલ હોસ્પિલમાં જ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. અનેક લોકો માસ્ક વગર કેમેરામાં કેદ થયા થયા હતા. અચાનક જ લોકોને પ્રશ્ન પૂછવામાં આવતા કેટલાક લોકોએ માસ્ક પહેરવાનું ભૂલી ગયાનો દાવો કર્યો હતો. તો સિવિલ હોસ્પિટલના સ્ટાફ પણ કેમેરા જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જણાવી દઈએ કે, કોરોનાકાળમાં ભગવાન સાબિત થયેલા ડોકટરએ માસ્ક પહેર્યું ના હતું હતું. કોરોના સંક્ર્મણને અટકાવવા માટે અને લોકોને જાગૃત કરવા માટે ટીવી નાઈન ટિમ દ્વારા માસ્ક આપવામાં આવ્યા હતા.
આ પરથી કહી શકાય કે, લોકો જે રીતે માસ્ક વગર ફરી રહ્યા છે તો બેદરકારી મુશ્કેલી સર્જી શકે છે.

 

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ આવ્યાં બાદ આજે 2જી એપ્રિલે 2600થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.

રાજ્યમાં 2જી એપ્રિલે નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 621, સુરતમાં 506, વડોદરામાં 322 અને રાજકોટમાં 262 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક્ટીવ કેસ વધીને 13559 થયા છે.જેમાં 158 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 13,401 લોકોની સારવાર ચાલી રહી છે.

રાજ્યમાં 2જી અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2066 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,94,650 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 94.21 ટકા થયો છે.

આ પણ વાંચો: Summer diet: ઉનાળાનું કાળઝાળ ગરમીમાં ક્યારે પણ ના ખાવ આ 5 વસ્તુ, વધી શકે છે તમારા શરીરનું તાપમાન

Next Video