Summer diet: ઉનાળાનું કાળઝાળ ગરમીમાં ક્યારે પણ ના ખાવ આ 5 વસ્તુ, વધી શકે છે તમારા શરીરનું તાપમાન

summer diet: ઉનાળાની ઋતુમાં આપણી પાચનશક્તિ ઓછી થઇ જાય છે તેથી જમવાનું પચવામાં સમય લાગી શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બચવા માટે જલજીરા, લસ્સી, નારિયેળ પાણી, જ્યુસનું સેવન કરવું જોઈએ

Summer diet: ઉનાળાનું કાળઝાળ ગરમીમાં ક્યારે પણ ના ખાવ આ 5 વસ્તુ, વધી શકે છે તમારા શરીરનું તાપમાન
ઉનાળામાં ક્યારે પણ ના કરો આ વસ્તુનું સેવન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 03, 2021 | 2:35 PM

Summer diet: ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડાપીણાનો વધારે ઉપયોગ કરતા હોય છે. પરંતુ અમુક વસ્તુ એવી છે જેનું ઉનાળામાં સેવન કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. ઉનાળાની ઋતુમાં જમવાથી વધારે પીવામાં ધ્યાન આપવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આપણી પાચનશક્તિ ઓછી થઇ જાય છે તેથી જમવાનું પચવામાં સમય લાગી શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બચવા માટે જલજીરા, લસ્સી, નારિયેળ પાણી, જ્યુસનું સેવન કરવું જોઈએ. જેથી ઓછા સમયમાં વધુ પોષણ મળી શકે. ઉનાળાની ઋતુમાં ઘણી એવી વસ્તુ હોય છે જે ના ખાવામાં આપણી ભલાઈ હોય છે. બીમારીથી બચવા માટે તમારે તમારા ડાયેટમાં આ વસ્તુ ના ખાવી જોઈએ.

ચા અથવા કોફી ઘણા લોકોને ચા અને કોફીનું ચુસ્કીથી જ સવાર થતી હોય છે. તો ઘણા લોકો કોઈ પણ સમયે ચા અને કોફી પીવા માટે આતુર હોય છે. જે લોકો વધુ પડતું ચા અને કોફીનું સેવન કરતા હોય તેને ઉનાળામાં નુકસાન થઇ શકે છે. ઉનાળાની ઋતુમાં વધુ પડતું ચા અને કોફીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.

આઈસ્ક્રીમ લોકો ઉનાળાની ઋતુમાં સૌથી વધુ સેન કરતા હોય તો તે છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ઉનાળામાં ઘરે-ઘરે ખાવામાં આવે છે. પરંતુ શું તમને ખબરદાર છે કે, આઈસ્ક્રીમથી શરીરનું તાપમાન વધે છે. જણાવી દઈએ કે, આઈસ્ક્રીમમાં ઔથી વધુ શુગર હોય છે. જે મોટાપા અને ડાયાબિટીસને વધારવાનું કામ કરે છે. આ સિવાય ઉનાળામાં આઈસ્ક્રીમ ખાધા બાદ ગરમી વધારે લાગશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સી ફૂડ ઉનાળામાં સી ફૂડ ખાવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી જાય છે. ઉનાળાની ઋતુમાં સીફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આ ખાવાથી શરીરનું તાપમાન પણ ઝડપથી વધે છે.

ડ્રાયફ્રૂટ્સ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં બદામ, અંજીર, કિસમિસ, ખજૂર અને જરદાલુ જેવા ડ્રાયફ્રુટનું સેવન ના કરવું જોઈએ. ડ્રાયફ્રુટ ના ખાવા પાછળનું કારણ એ છે કે તેમની અસર ગરમ છે, જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

મસાલા આપણે ભારતીયોને મસાલા અને તીખોતમતમતો ખોરાક ખાવાનું પસંદ છે. પરંતુ ઉનાળામાં એલચી, તજ, લવિંગ, કાળા મરી જેવા ગરમ મસાલા ખાવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">