કોરોના ઈફેક્ટ: ફાર્મસી કોર્સ વિદ્યાર્થીઓમાં બન્યો હોટ ફેવરિટ, પહેલા રાઉન્ડમાં એકપણ બેઠક ખાલી નહીં

|

Sep 28, 2021 | 11:08 PM

ફાર્મસીમાં તો પહેલા રાઉન્ડમાં દરેકે દરેક બેઠકો પર એલોટમેન્ટ કરવામાં આવ્યું છે અને બી. ફાર્મની એકેય કોલેજોમાં એક પણ સીટ ખાલી પડી રહી નથી. 

કોરોના ઈફેક્ટ: ફાર્મસી કોર્સ વિદ્યાર્થીઓમાં બન્યો હોટ ફેવરિટ, પહેલા રાઉન્ડમાં એકપણ બેઠક ખાલી નહીં

Follow us on

કોરોનાકાળ (Corona) બાદ દવાઓને લગતા અભ્યાસક્રમ બેચલર ઓફ ફાર્મસી (Pharmacy) અભ્યાસક્રમ એટલે કે બી.ફાર્મમાં પ્રવેશ માટે આ વર્ષે એવો ધસારો નોંધાયો છે કે પહેલા રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં આખા ગુજરાતની (Gujarat) તમામ કોલેજો હાઉસફુલ થઈ ગઈ છે અને એન્જીનિયરિંગથી વિપરીત ફાર્મસીમાં એક પણ સીટ ખાલી પડી રહી નથી. 

 

દર વર્ષે એવું બનતું હતું કે ફાર્મસીમાં પહેલા રાઉન્ડનું એલોટમેન્ટ થયા બાદ એડમિશન કમિટી ખાલી સીટોની માહિતી બહાર પાડતી હતી પણ આ વખતે દરેક કોલજોની દરેક બેઠક પર પ્રવેશ એલોટ કરવામાં આવ્યા છે. કોરોના પેન્ડેમિકમાં કોરોનાની ટ્રીટમેન્ટ અને બાદમાં વેક્સિનેશનમા ફાર્મા કંપનીઓ અને ફાર્માસીસ્ટ પ્રોફેશનલ્સ દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાએ ફાર્માસ્યુટિકલ્સના અભ્યાસ પર સકારાત્મક અસર કરી હોવાની પ્રતીતિ બી.ફાર્મમાં પ્રવેશ કામગીરીને મળેલા સજ્જડ પ્રતિસાદ પરથી જાણવા મળે છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

રાજ્યમાં ત્રણ સરકારી ફાર્મસી કોલેજ મળીને કુલ 78 ડિગ્રી ફાર્મસી કોલેજો અને 8 ડિપ્લોમા ફાર્મસી કોલેજોમાં પહેલા રાઉન્ડમાં પ્રવેશ એલોટમેન્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. તાજેતરમાં ડિગ્રી એન્જીનિયરીંગમાં પહેલા રાઉન્ડના એડમિશન એલોટમેન્ટ સાથે 27 હજાર બેઠકોની માહિતી જાહેર કરવામાં આવી હતી. પરંતુ ફાર્મસીમાં તો પહેલા રાઉન્ડમાં દરેકે દરેક બેઠકો પર એલોટમેન્ટ કરવામાં આવ્યું છે અને બી. ફાર્મની એકેય કોલેજોમાં એક પણ સીટ ખાલી પડી રહી નથી.

 

મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોના ભાવ બોલાવા લાગ્યા 

બી.ફાર્મમાં પ્રવેશનો ધસારો જોતા જ સેલ્ફ ફાઈનાન્સ ફાર્મસી કોલેજોના સંચાલકોએ મેનેજમેન્ટ ક્વોટાનો ભાવ બોલવાનો શરૂ કરી દીધો છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલી ફાર્મસી કોલજોના સંચાલકો એક લાખથી લઈને અઢી લાખ સુધીનું ડોનેશન ફાર્મસીની એક એક બેઠક માટે માંગી રહ્યા છે.

 

ગયા વર્ષ સુધી એવું જોવાયું હતું કે મેનેજમેન્ટ ક્વોટાની સીટો ખાલી પડી રહે એના કરતા તેના પર કોઈને મફત પ્રવેશ આપી દેવામાં આવતો હતો, જેથી એટલીસ્ટ કોલેજને એ વિદ્યાર્થીની ફી તો મળે, પરંતુ આ વખતે સેલ્ફ ફાઈનાન્સ ફાર્મસી કોલેજના સંચાલકોને બખ્ખા થઈ ગયા છે.

 

ધોરણ 12 મેથ્સ અને બાયોલોજી બંને ગ્રુપ પ્રવેશપાત્ર 

હાલમાં ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા ઘણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એ બાબતથી માહિતગાર નથી કે બેચલર ઓફ ફાર્મસી અભ્યાસક્રમમાં ધોરણ 12 સાયન્સ મેથ્સ ગ્રુપ અને બાયોલોજી ગ્રુપ એમ બંનેના વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર છે. ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓને એ પહેલી વખત જાણવા મળ્યું છે કે ફાર્મસી અભ્યાસક્રમમાં એકલા બાયોલોજીના જ નહીં, પરંતુ મેથમેટિક્સના વિદ્યાર્થીઓ પણ લાયક ગણવામાં આવે છે.

 

 

આ પણ વાંચો : Surat : સુરતની દંગલ ગર્લ્સ, ચાની લારી ચલાવતા પિતાની ત્રણ દીકરીઓએ કુસ્તીમાં કાઠું કાઢ્યું

 

આ પણ વાંચો :Surat: વરસાદને કારણે પાવર કટની સમસ્યા દૂર કરવા ડીજીવીસીએલનો કર્મચારી જીવના જોખમે ઉતર્યો 5 ફૂટ ઊંડા પાણીમાં

Next Article