Corona alert : રાજ્યમાં આજથી બે દિવસ માટે તમામ હોસ્પિટલમાં થશે Corona ને લઈ મોકડ્રીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર સિવિલ ખાતે રહેશે ઉપસ્થિત

|

Apr 10, 2023 | 11:13 AM

વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. આજથી બે દિવસ માટે રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવશે. કોરોના દર્દી માટે વ્યવસ્થા સહિત કેસોને કેવી રીતે પહોંચી વળવા તેને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે.

Corona alert : રાજ્યમાં આજથી બે દિવસ માટે તમામ હોસ્પિટલમાં થશે Corona ને લઈ મોકડ્રીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર સિવિલ ખાતે રહેશે ઉપસ્થિત

Follow us on

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. આજથી બે દિવસ માટે રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવશે. કોરોના દર્દી માટે વ્યવસ્થા સહિત કેસોને કેવી રીતે પહોંચી વળવા તેને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Corona virus Updates : કોરોનાના વધતા કેસ વચ્ચે આ રાજ્યે લીધો મોટો નિર્ણય, કરી કડક નિયંત્રણોની જાહેરાત, જાણો

જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ગાંધીનગર સિવિલ ખાતેની મોકડ્રીલમાં સવારે 11:00 કલાકે ઉપસ્થિત રહેશે. અને ઓક્સિજન ,વેન્ટિલેટર, બેડની સુવિધા ,દવાઓના જથ્થા સહિતની તમામ તૈયારીઓની સજ્જતા સંદર્ભે સમીક્ષા કરશે. રાજ્ય સરકારે આ અગાઉ મોકડ્રીલની જાહેરાત કરી હતી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકો કોરોનાથી ડરે નહીં પરંતુ સાવચેતી રાખે તેવી આરોગ્ય પ્રધાને અપીલ કરી હતી. સાથે જ તેમણે ટેસ્ટીંગ વધારવા માટે પણ સૂચના આપી દીધી છે.

વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને આપી ખાતરી આપતા કહ્યું હતું કે વેક્સિનના જથ્થાની માગણી કરી છે અને વેક્સિન આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હતો ત્યારે કોઇ વેક્સિન લેવા આવતું ન હતું.

આરોગ્ય મંત્રીએ મહત્વની બેઠક કરી હતી

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં તેમને હોસ્પિટલોમાં જીનોમ ટેસ્ટિંગ અને મોક ડ્રીલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. XBB વેરિઅન્ટ વિશે વાત કરતી વખતે, તે Omicron સબલાઈન છે.

છેલ્લા 15 મહિનામાં, ભારતમાં ઓમિક્રોનના 400 નવા સબ-વેરિઅન્ટની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 90 ટકા XBB વેરિઅન્ટ્સ છે. INSACOGના નવા બુલેટિન મુજબ, દેશભરમાં 38.2 ટકા લોકો કોરોનાના XBB.1.16 પ્રકારથી સંક્રમિત થયા છે. જ્યારે કોરોના રસીકરણની વાત કરીએ તો, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોની સ્થિતિ ચિંતાજનક

દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુના મહત્તમ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. દિલ્હીના 11માંથી નવ જિલ્લામાં સૌથી વધુ સંક્રમણ છે, દિલ્હીના એક છેડે ગુરુગ્રામ-ફરીદાબાદ અને બીજી તરફ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આ ત્રણ જિલ્લામાં સંક્રમણનો દર અનુક્રમે 12.84, 12.06 અને 11.72 ટકા નોંધાયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 9:41 am, Mon, 10 April 23

Next Article