રાજકોટમાં સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજીને લઈને ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાઇ તેવી ટિપ્પણીથી રોષ

|

Feb 21, 2022 | 9:16 PM

સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજીને લઈને ટિપ્પણીથી વિવાદ થયો છે. સોહિલ મોરે નામના વ્યક્તિએ ટિપ્પણી કરતા વિવાદ થયો છે. શ્યામાપ્રસાદ મુખરજી આવાસ યોજનાના ક્વાટર્સના વોટ્સએપ ગ્રૂપમાં આ વિવાદ ઉભો થયો છે.

રાજકોટમાં સોશિયલ મીડિયા (Social media) પર છત્રપતિ શિવાજીને (Chhatrapati Shivaji) લઈને ટિપ્પણીથી વિવાદ થયો છે. સોહિલ મોરે (Sohil More)નામના વ્યક્તિએ ટિપ્પણી કરતા વિવાદ થયો છે.

રાજકોટના મુંજકામાં આવેલી શ્યામાપ્રસાદ મુખરજી આવાસ યોજનાના વોટ્સગ્રુુપમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ પર મુકાયેલી પોસ્ટમાં વિવાદાસ્પદ ટિપ્પણી મુલાકાતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.શિવાજી જયંતિ પર સોસાયટીના વોટ્સઅપ ગ્રુપમાં એક વ્યક્તિ દ્રારા શિવાજી મહારાજની પોસ્ટ મુકવામાં આવી જેમાં સોહેલ મોરે નામના એડવોકેટે આ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી જેનો એક મહિલાએ વિરોધ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેના કારણે પોલીસે એડવોકેટ સોહેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

આ પાકિસ્તાન થઇ ગયું છે, હિન્દુઓ ભાગી જાઉં-ઓડિયો વાયરલ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પોસ્ટ સામે આવ્યા બાદ જ્યોતિબા સોઢા નામના મહિલાએ સોહેલને ફોન કરીને આ પ્રકારની ટિપ્પણી શા માટે કરી તેવું પૂછ્યું હતું ત્યારે સોહેલે ઉશ્કેરાયને કહ્યું હતું કે હજુ પણ આવા મેસેજ ગ્રુુપમાં આવશે અને હજુ પણ આવા મેસેજ આવશે તમારે ગ્રુપમાંથી નીકળી જવું.આ પાકિસ્તાન થઇ ગયું છે અને બધા હિન્દુઓ અહીંથી ભાગી જાવ તેવું કહ્યું હતું.આ અંગે જ્યોતિબા સોઢાએ કહ્યું હતું કે ગ્રુપમાં જે રીતે શિવાજી મહારાજની ટિપ્પણી કરી હતી જેના કારણે મારી લાગણી દુભાઇ હતી.આ ટિપ્પણી કર્યા પછી અમે જ્યારે તેને સમજાવવા ગયા ત્યારે હિન્દુ દેવી દેવતાઓની પ્રતિમા મૂર્તીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.આવી કટ્ટરતા ઘરાવતા વ્યક્તિ સામે પગલા લેવાવા જોઇએ તેવી મારી માંગ છે.

પોલીસ સાથે પણ કરી માથાકૂટ

સોસાયટીના રહિશો સાથે ગેરવર્તન કર્યા બાદ સોસાયટીના રહિશોએ પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસ સાથે પણ સોહેલે ખરાબ વર્તન કર્યું હતું.પોલીસ સાથે સોહેલે ઝપાઝપી કરી હતી જેના કારણે પોલીસે શોહેલ વિરુધ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યા હોવાની અને પોલીસની ફરજ રૂકાવટની બે અલગ અલગ ફરિયાદ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે સોહેલની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

શિવસેનાએ ઘટનાને વખોડી

આ ઘટનાને શિવસેનાએ વખોડી કાઢી છે.જ્યારે આ બનાવ બન્યો ત્યારે શિવસેનાના પ્રમુખ જિમ્મી અડવાણી દ્રારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી.પોલીસની કામગીરીથી શિવસેનાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.આ અંગે જિમ્મી અડવાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કેટલાક લોકો વયમન્સ્ય ઉભું થાય તે રીતે ગુજરાતની શાંતિને ડહોળવાનું કામ કરી રહ્યા છે જેને લઇને સરકારે એકશન લેવા જોઇએ અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ..

આ પણ વાંચો : Surat: સાયબર ક્રાઇમ પોલીસની નકલી વેબસાઈટ બનાવનાર ઝડપાયો, નકલી પોલીસ બની લોકો સાથે કરતા હતા ઠગાઈ

આ પણ વાંચો : Ahmedabad: પૈસા ડબલ કરવાની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં કરાવ્યું રોકાણ, સાયબર ક્રાઈમે ગેંગની કરી ધરપકડ

Published On - 6:39 pm, Mon, 21 February 22

Next Article