ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગહલોત, ટી એસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા

|

Jul 12, 2022 | 5:38 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી((Gujarat Assembly Election) માટે કોંગ્રેસે અશોક ગહલોત,ટી એસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગહલોત, ટી એસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા
Gujarat Congress Observer
Image Credit source: File Image

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)  માટે કોંગ્રેસે અશોક ગહલોત,ટી એસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.આ ઉપરાંત કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે માટે ભુપેશ બધેલ, સચીન પાયલોટ અને પ્રતાપસિંહ બાજવાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસ ઈલેકશન મોડમાં  છે. તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ કવાયત હાથ ધરી છે. જેમાં ભાજપ દ્વારા આદિવાસી અને પાટીદાર વોટબેંકને અંકે કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી પણ અનેક લોભામણી જાહેરાતો દ્વારા સમાજના અનેક વર્ગને આકર્ષવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેવા સમયે કોંગ્રેસ  પક્ષ દ્વારા પણ દલિત વોટબેંકને  અંકે કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.  જેના ભાગરૂપે કોંગ્રેસે   દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમની શરૂઆત કરી છે. જે રાજયની 40 વિધાનસસભા બેઠક પર શરૂ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની 182  પૈકી આપણી માત્ર 13 અનામતની બેઠકો છે, પરંતુ 27  જેટલી વિધાનસભા મતવિસ્તારમાં આપણી જનસંખ્યા 10  ટકા કરતાં વધારે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા 13  અનામત બેઠકો ઉપરાંત આ 27  વિધાનસભા બેઠકો ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આવનાર ચૂંટણીમાં આ 40  વિધાનસભા બેઠકો પર દલિત સમાજ મહત્વપૂર્ણ નિર્ણાયક ભૂમિકા નિભાવશે. જેમાં 09  જુલાઇના રોજ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ ખાતે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા , અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ  રાજેશ લિલૌઠીયા,  પ્રદેશ પ્રમુખ  જગદીશ ઠાકોર તથા પ્રદેશના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનો શુભારંભ  કરવામાં આવ્યો  હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિધાનસભા ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા વધુ બેઠકો મેળવવા માટે અલગ અલગ રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. તેવા સમયે ગુજરાત કોંગ્રેસે   પણ આ વિધાનસભા ચુંટણીમાં ભાજપની વોટબેંકને પોતાની તરફ વાળવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ પણ હિન્દુ કાર્ડ  ખેલશે અને ભાજપના “જય શ્રીરામ”ના નારા સામે કોંગ્રેસ “હે રામ”નો નારો બુલંદ કરશે.

આ અંગે કોંગ્રેસની  નવ સંકલ્પ શહેરી ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા મુજબ શહેરી વિસ્તારમાં 2017, 2012 અને 2007 ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી કમજોર થતી જોવા મળી. એવામાં જો કોંગ્રેસને પોતાની સીટો વધારવી હોય અને સત્તા માં આવવું હોય તો શહેરી વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એટલે જ કોંગ્રેસે આ વખતે સૂત્ર નક્કી કર્યું છે.

Published On - 4:55 pm, Tue, 12 July 22

Next Article