ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી, જાણો કયાં-કયાં થયો કમોસમી વરસાદ ?

|

Nov 19, 2021 | 6:30 PM

બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝન વાવેતરને હજુ ગણતરીના દિવસો પણ નથી થયા તે સમય કમોસમી વરસાદ થતાં બટાકા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં છે.જ્યારે બીજી તરફ બાગાયતી પાકના ફળો પણ આ કમોસમી વરસાદના કારણે બગડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી, જાણો કયાં-કયાં થયો કમોસમી વરસાદ ?
રાજયમાં કમોસમી વરસાદ (ફાઇલ)

Follow us on

બનાસકાંઠાના અંબાજી પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે, વરસાદના પગલે બજારોમાં વરસાદી પાણી વહેવા લાગ્યું હતું. તો રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. અંબાજી પંથકમાં સતત બે દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો.સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં કડોદરા, પલસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે નવસારી હાઇ વે પર વરસાદી પાણી ભરાયું હતું.

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાદળછવાયા વાતાવરણ વચ્ચે વાપી, પારડી, વલસાડ, ઉમરગામમાં ધોધમાર વરસાદ થયો છે. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો ઉપર પાણી ભરાયા છે. તો ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં રવીપાકને કમોસમી વરસાદથી નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

નવસારી જિલ્લામાં બપોરથી જ કમોસમી વરસાદ શરૂ થતા રસ્તાઓ પરથી પાણી વહી પડ્યા હતા. જિલ્લાના અનેક સ્થળે વરસાદ નોંધાયો હતો. સાથે જ વાંસદા અને વધઈમાં પણ વરસાદ નોંધાયો. શિયાળાની શરૂઆત સાથે જ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. રવીપાક અને ખાસ તો ડાંગરના પાકને વ્યાપક નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

અમરેલી જીલ્લામાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો હતો. સમગ્ર જિલ્લામાં 3 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જેમાં ધારી ગીર કાંઠાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. દલખાણીયા, કાંગસા, ચાચાઇ જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો. તો આંબાગાળા,મીઠાપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રવીપાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

યાત્રાધામ દ્વારકામાં પણ કમોસમી વરસાદ થયો હતો. સવારે દ્વારકા શહેરમાં ચોતરફ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. છુટા છવાયા વરસાદથી અનેક ઠેકાણે વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા.

કમોસમી વરસાદના કારણે કચ્છ જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે એરંડા, કપાસ, તલ સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. માવઠાથી ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતા પણ વધી છે. રાપરના નંદાસર,ચિત્રોડ,બાલાસર,જાટાવાડા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

પાટણ સહિત જિલ્લાભરમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. તો હાઇવે અને નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝન વાવેતરને હજુ ગણતરીના દિવસો પણ નથી થયા તે સમય કમોસમી વરસાદ થતાં બટાકા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં છે.જ્યારે બીજી તરફ બાગાયતી પાકના ફળો પણ આ કમોસમી વરસાદના કારણે બગડે તેવી શક્યતા દેખાઈ રહી છે. છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે રવી સીઝનના પાકનું વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતા ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

તો મહેસાણાના વિસનગરમાં APMC ખાતે મંગળવાર સુધી કપાસની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. વરસાદના પગલે કપાસના માલને નુકશાન ના થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 4 દિવસ APMCમાં કપાસની હરાજી બંધ રહેશે.

 

Published On - 6:26 pm, Fri, 19 November 21

Next Article