સરપંચોને 31 લાખની ઓફર કરનારા રાજેશ સખીયા વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ

|

Nov 28, 2022 | 2:50 PM

ગોંડલ વિધાનસભા વિસ્તારના 79 ગામોમાંથી જે ગામમાં કોંગ્રેસને 80 ટકાથી વધુ લીડ મળે તે ગામના સરપંચને રૂપિયા 31 લાખની રોકડ આપવા ફેસબુક લાઈવ થઈ જાહેરાત કરી હતી.

ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિભાગીય નોડલ ઓફિસર અશ્વિન વ્યાસની ફરિયાદ પરથી પોલીસે નાગડકાના રાજેશ લાલજી સખીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ચૂંટણી જંગ માટે સૌરાષ્ટ્રમાં હાઈ વોલ્ટેજ સીટ ગણાતી ગોંડલ બેઠક પર રાજકીય ઘમાસાણ યથાવત્ છે. એક બાદ એક વીડિયો સામે આવે રહ્યા છે ત્યારે સરપંચોને રૂપિયા 31 લાખની ઓફર કરનારા રાજેશ સખીયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલ વિધાનસભા વિસ્તારના 79 ગામોમાંથી જે ગામમાં કોંગ્રેસને 80 ટકાથી વધુ લીડ મળે તે ગામના સરપંચને રૂપિયા 31 લાખની રોકડ આપવા ફેસબુક લાઈવ થઈ જાહેરાત કરી હતી. ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિભાગીય નોડલ ઓફિસર અશ્વિન વ્યાસની ફરિયાદ પરથી પોલીસે નાગડકાના રાજેશ લાલજી સખીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદમાં ગોંડલ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ શહેરમાં તેમની આચારસંહિતા નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો હતો વાયરલ

રાજેશભાઈ લાલજીભાઇ સખીયા આચાર સહીતા ભંગનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરેલો હોવાથી જેથી રાજેશભાઇ લાલજીભાઇ સખીયા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – 1951ના કાયદાની કલમ 123 (1), આઇપીસી કલમ 171 (બી ), 131 (ઇ) મુજબ ફરીયાદ કરી છે. તેઓના જણાવ્યા મુજબ આ મામલે મામલતદાર દ્વારા તપાસ કરાઈ હતી.

રાજેશ સખીયાએ આપ્યું નિવેદન

આપેલા પુરાવા અને વાયરલ કરેલો વીડિયોની સીડી જોતાં રાજેશ સખીયાએ ગોંડલ 73 – વિધાનસભામાં ગોંડલ તાલુકાના કોઇ પણ ગામના સરપંચ કે આગેવાન કોંગ્રેસ પક્ષને વધુ લીડ આપશે તેને 31,00,000 રૂપિયા આપીશ તેવું જણાવેલું તેમજ આનુસંગિક કાગળો વંચાણે લેતા આ રાજેશ સખીયા (રહે.નાગડકા, તા. ગોંડલ)એ પોતાના નિવેદનમાં આ વીડિયો પોતે વાયરલ કર્યા હોવાનું જણાવેલું છે.

તે અહેવાલ મુજબ આચારસંહિતા ભંગ કરેલા હોય કાયદેસર કાર્યવાહી કરાઈ છે. તપાસમાં ખુલ્યું હતું કે, રાજેશ સખીયાએ ગોંડલના વછેરાના વાડા પાસે કૈલાસ કોમ્પલેક્ષ સામે આવેલી વિક્રમસિંહ કોમ્પલેક્ષની ઓફિસમાં આ વીડિયો ઉતાર્યો અને વાઈરલ કર્યો હતો.

(વીથ ઈનપૂટ -દેવાંગ ભોજાણી, ગોંડલ)

Published On - 2:44 pm, Mon, 28 November 22

Next Article