CMએ અમિત શાહના જન્મદિનની કરી ઉજવણી, સાણંદમાં દીકરીઓ સાથે વ્હાલભર્યો સંવાદ સાધી ગણવેશ વિતરણ કર્યું

|

Oct 22, 2021 | 12:36 PM

મુખ્યમંત્રીએ સાણંદની ભગિની કન્યા છાત્રાલયની બાળાઓ વચ્ચે ઉપસ્થિત રહી અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરી હતી.મુખ્યમંત્રીએ કન્યા છાત્રાલયની બાળાઓ સાથે સંવાદ સાધ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની સાણંદમાં CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઉજવણી કરાઈ. સાંણદની દાદાગ્રામ આશ્રમ શાળા ખાતે શાળાના બાળકો સાથે મુખ્યમંત્રીએ ઉજવણી કરી. સીએમ એ અમિત શાહને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમજ સરકારની તમામ યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તેવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના પ્રયત્નોને પણ રાજ્ય સરકાર સાકાર કરશે. તેવું સીએમએ નિવેદન આપ્યું છે.

સાણંદની ભગીની કન્યા છાત્રાલયની દીકરીઓ સાથે વ્હાલભર્યો સંવાદ સાધી ગણવેશ વિતરણ કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની ભગિની કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

મુખ્યમંત્રીએ સાણંદની ભગિની કન્યા છાત્રાલયની બાળાઓ વચ્ચે ઉપસ્થિત રહી અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરી હતી.મુખ્યમંત્રીએ કન્યા છાત્રાલયની બાળાઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ કન્યા છાત્રાલય ની દીકરીઓ ની જરૂરિયાતો વિશે જાણીને તેને સત્વરે પૂર્ણ કરવા માટે કહ્યું હતું.

અમિતભાઇ શાહના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ દીકરીઓને ગણવેશ વિતરણ કર્યું હતું. આજે ભુપેન્દ્રભાઈ પટેલનુ દીકરીઓ માટેનું વ્હાલ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ અમદાવાદ જીલ્લા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા,ભગિની કન્યા છાત્રાલયના ટ્રસ્ટીશ્રીઓ અને સાણંદ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

આ પણ વાંચો : આ વરસે ગુજરાતમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદનનો અંદાજ, જે ગત વર્ષ કરતા 8.74 ટકા વધારે છે

આ પણ વાંચો :  Vadodara: પકડાયેલા કુટણખાનામાં ચોંકાવનારો ખુલાસો, 12 વર્ષની બાળકીના બાપની હેવાનિયત છતી થઈ

Published On - 12:34 pm, Fri, 22 October 21

Next Video