દુબઇ એક્સપો-2020માં સીએમ ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થશે, ધોલેરા SIR અંગે સંબોધન કરશે

|

Oct 06, 2021 | 12:29 PM

મુખ્યમંત્રીને આ સત્રમાં કિ-નોટ એડ્રેસ માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દુબઇ એકસપો 2020માં ‘ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા’ સેશનનો પ્રારંભ ભારતીય સમય અનુસાર બપોરે ૪ કલાકે થવાનો છે.

દુબઇ એક્સપો-2020માં સીએમ ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થશે, ધોલેરા SIR અંગે સંબોધન કરશે
CM Bhupendra Patel to attend Dubai Expo 2020 via video conference, Dholera to address SIR

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇ એકસપો-2020માં ઇન્ડીયા પેવેલિયન ખાતે બપોરે ધોલેરા SIRના યોજાનારા સ્પેશ્યલ સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે.સેટિંગ ન્યૂ બેંચ માર્કસ ફોર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી-ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટીની વિષયવસ્તુ સાથે આયોજિત આ સત્રમાં મુખ્યમંત્રી આ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરા SIRની વિશેષતાઓની પ્રભાવક પ્રસ્તૃતિ કરશે.

મુખ્યમંત્રીને આ સત્રમાં કિ-નોટ એડ્રેસ માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દુબઇ એકસપો 2020માં ‘ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા’ સેશનનો પ્રારંભ ભારતીય સમય અનુસાર બપોરે ૪ કલાકે થવાનો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સત્રમાં ભારતના દુબઇ ખાતેના કોન્સ્યુલ જનરલ અમન પૂરી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ચેરમેન સંજીવકુમાર, શરાફ ગૃપના વાઇસ ચેરમેન શરાફૂદિન શરાફ પણ વર્ચ્યુઅલ તેમજ પ્રત્યક્ષ ઉપસ્થિતીથી જોડાશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આગામી વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયલને સહભાગી થવા મુખ્યમંત્રીએ પાઠવ્યું નિમંત્રણ

ઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની ભૂમિકા આપતાં ભારતની યુવાશક્તિ-યંગ જનરેશનની તજજ્ઞતા-ઉત્સુકતા અને ઇઝરાયલના ટેકનોલોજીના વિનિયોગથી સેન્ટર ઓફ એકસલન્સીસ, ડ્રોન ટેકનોલોજી, સાયબર ઇસ્યુઝ, ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પરસ્પર સહયોગથી જે ઉત્કૃષ્ટતા મેળવી છે તેની પ્રસંશા કરી હતી.

શ્રીયુત કોબ્બી શોષાનીએ ખાસ કરીને વોટર મેનેજમેન્ટ અને સાયબર સિકયુરિટીમાં ઇઝરાયલ વર્લ્ડ લીડર છે તેની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું કે ઇઝરાયલ ગુજરાત કો-ઓપરેશન, કો-ઓર્ડીનેશન અને મિચ્યુઅલ પાર્ટનરશીપથી આગળ વધી શકે તેમ છે.
તેમણે કોરોનાના કપરાકાળમાં ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશોને વેક્સિન પહોચાડવાનો જે માનવતાવાદી અને બંધુત્વ ભાવ પ્રેરિત પ્રયોગ કર્યો છે તેની પણ સરાહના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલેટ જનરલની ગુજરાતની આ પ્રથમ મુલાકાતથી દ્વિપક્ષી સંબંધોને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન ઇઝરાયલ-ભારતના સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ જળવ્યવસ્થાપન-વોટર મેનેજમેન્ટ અને સાયબર સિકયુરિટીની ઇઝરાયલની એકસપર્ટીઝનો ગુજરાતને લાભ મળે તે માટેની તત્પરતા પણ દર્શાવી હતી. ભૂપેન્દ્ર પટેલે આઇ-ક્રિયેટના સેન્ટર ઓફ એકસલન્સ, વેજિટેબલ અને ખારેક-ખજૂર માટેના રિસર્ચ અને સેન્ટર ઓફ એકસલન્સમાં ઇઝરાયલનો જે સહયોગ મળ્યો છે. તેમજ ડિસેલીનેશન પ્લાન્ટસની ઇઝરાયલ પેટ્રનનો લાભ પણ ગુજરાતને મળ્યો છે તે માટે આભાર વ્યકત કર્યો હતો.

Published On - 12:25 pm, Wed, 6 October 21

Next Article