ગુજરાતમાં પાટીદાર યુવાનો સામેના તમામ કેસો પરત ખેચવા સીએમ ભૂપેન્દ્ર પટેલનું આશ્વાસન : દિનેશ બાંભણિયા

|

Dec 06, 2021 | 9:46 PM

પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું, મુખ્યપ્રધાને આશ્વાન આપ્યું છે કે પાટીદાર યુવાનો સામે તમામ કેસ પાછા ખેંચાશે

ગુજરાતના(Gujarat) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)  સાથે પાટીદાર (Patidar) અગ્રણીઓ બેઠક પૂર્ણ થઈ છે..બેઠક બાદ પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું, મુખ્યપ્રધાને આશ્વાન આપ્યું છે કે પાટીદાર યુવાનો સામે તમામ કેસ પાછા ખેંચાશે…હાલમાં પણ જે હેરાનગતિની ફરિયાદ છે એ પણ દૂર કરાશે.

દુબઈના પ્રવાસથી મુખ્યપ્રધાન પરત ફર્યા બાદ અધિકારીઓ સાથે બેઠક યોજશે…મહત્વનું છે કે 485માંથી 200 ફરિયાદ પરત ખેંચવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પાસના કન્વીનર અને પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં અનેક મુદ્દે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આંદોલન સમયના પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી.

તો થોડા મહિના અગાઉ ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠક મળી હતી. જેમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS )ની મહેસાણામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસનો સરાહનીય પ્રયાસ, ડ્રગ્સના રવાડે ચઢેલી 48 યુવતીઓને નવજીવન બક્ષ્યું

આ પણ  વાંચો : Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

Published On - 8:18 pm, Mon, 6 December 21

Next Video