Gujarat માં બુધવારથી 12 થી 14 વર્ષના બાળકોને રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

|

Mar 15, 2022 | 9:45 PM

ગુજરાતમાં અત્યાર સુધી કુલ કોરોનાના રસીના 10 કરોડ 41 લાખ 20 હજાર 838 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 15 માર્ચના રોજ 90,715 ડોઝ આપવામાં આવ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત.

Gujarat માં બુધવારથી 12 થી 14 વર્ષના બાળકોને રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે
Children from 12 to 14 years to be vaccinated (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  બુધવાર 16 મી માર્ચ 2022 થી  12 થી 14 વર્ષની વય જૂથના બાળકોને કોવિડ-19ની રસી(Children Vaccine)  અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel)  ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી સવારે 9 કલાકે આ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આવતીકાલથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છેરાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 12 થી 14 વર્ષની વય જૂથના અંદાજે 23  લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.

આ ઉપરાંત  60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો  કોવિડ-19 વેક્સિનનો પ્રિકોશન ડોઝ પણ  લઈ શકશે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ કોરોનાના રસીના 10 કરોડ 41 લાખ 20 હજાર 838 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 15 માર્ચના રોજ 90,715 ડોઝ આપવામાં આવ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. આ સાથે એમણે વધુમાં જણાવ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ  શરૂ થઇ રહ્યું છે. આ સાથે જ હવે 60થી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ પણ લઇ શકશે. આ સાથે જ તેમણે બાળકો અને વડીલોને કોરોના રસી લગાવવાની અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 3 જાન્યુઆરીના રોજ બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. આ સાથે જ પહેલા તબક્કામાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ થયું હતું. જ્યારે હવેથી 12 થી 14 વર્ષના બાળકોનું પણ રસીકરણ શરૂ થઇ રહ્યું છે.

બાળકોને કોર્બેવેક્સ નામની કોરોના રસી આપવામાં આવશે

12 થી 14 વર્ષના બાળકોને હૈદરાબાદમાં આવેલી બાયોલોજીકલઈ નામની ફાર્મા કંપની દ્વારા નિર્મીત કોર્બેવેક્સ નામની કોરોના રસી આપવામાં આવશે. દેશમાં અંદાજે કુલ 7.11 કરોડ બાળકોને કોરોના રસી આપવામાં આવશે.. જ્યારે અમદાવાદમાં 2 લાખ 10 હજાર બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસના 2503 કેસ નોંધાયા છે. જ્યારે 4377 લોકો કોરોનાથી સાજા થયા છે.

આ પણ વાંચો : Vadodara : હરિધામ સોખડા મંદિર ફરી વિવાદમાં, પ્રબોધસ્વામી સાથે મંદિરમાં ગેરવર્તન થયાનો આક્ષેપ

આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું 79 દિવસથી આંદોલન, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે સફાઈ કામદારોની મુલાકાત લીધી

 

Published On - 9:33 pm, Tue, 15 March 22

Next Article