રાજ્ય સરકારે 26 અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. સુરેન્દ્રનગર, વડનગર, રાધનપુર, ખેરાલુ, બરવાળા, ભરુચ અને હિંમતનગરના ચીફ ઓફિસરોની બદલી કરાઈ છે.
26 Chief Officers ની બદલીના આદેશ કરાયા
Follow us on
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે 26 અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. સુરેન્દ્રનગર, વડનગર, રાધનપુર, ખેરાલુ, બરવાળા, ભરુચ અને હિંમતનગરના ચીફ ઓફિસરોની બદલી કરાઈ છે. તાત્કાલિક અસરથી બદલીના આદેશનો અમલ કરવાની સૂચના સાથે હુકમ શહેરી વિકાસના નાયબ સચિવ દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલમાં બદલીઓ તબક્કો ચાલી રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકારના ગૃહ વિભાગે મોટા પાયે IPS અધિકારીઓની બદલીઓ કરી હતી. જેમાં કેટલાક જિલ્લાના SP થી લઈને મહાનગરના કમિશ્નરની બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા.
26 શહેરના CO ની બદલી કરાઈ
નગરપાલીકાના ચીફ ઓફિસરોની બદલીઓના આદેશ શુક્રવારે કરવામાં આવ્યા હતા. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા. રાજ્યની 26 નગરપાલિકાઓના અધિકારીઓની બદલીના આદેશ કરી તેઓને તુરત બદલી કરાયેલ નવા સ્થળની પાલિકાએ હાજર થવા માટે સૂચનાઓ કરવામાં આવી છે. કેટલાક શહેરોમાં વિકાસની ગતિ તેજ કરવા માટે થઈને શહેરી વિકાસ વિભાગે બદલીઓનો ગંજીફો ચીપ્યો હોવાનુ મનાય છે. જોકે હિંમતનગર શહેરમાં વિકાસની ગતિ તેજ બની હતી એ દરમિયાન જ ચિફ ઓફીસરની બદલી કરાતા તર્ક વિતર્ક સર્જાયા છે.