JAMNAGAR : વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ, જાણો સહાય અંગે શું કહ્યું

મુખ્યપ્રધાને ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી. નિરીક્ષણ બાદ જીલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્યપ્રધાનન પટેલે બેઠક કરી હતી અને બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

JAMNAGAR : વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ, જાણો સહાય અંગે શું કહ્યું
Chief Minister Bhupendra Patel's press conference after the damage caused by rains in Jamnagar
| Edited By: | Updated on: Sep 14, 2021 | 6:31 PM

JAMNAGAR : જામનગરમાં ગઈકાલે 13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદને પગલે પુર અને પાણી ભરાવવાથી અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જાયા હતા તેમજ ભારે નુકસાની થઇ છે. આ નુકસાનીનું નિરીક્ષણ કરવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જાત નિરીક્ષણ કરવા જામનગર પહોચ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામ ખાતે જાત તપાસ કરી અને વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું. મુખ્યપ્રધાને ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી. નિરીક્ષણ બાદ જીલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્યપ્રધાનન પટેલે બેઠક કરી હતી અને બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

મુખ્યપ્રધાન પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે જામનગર ગ્રામ્યમાં વરસાદને કારણે 4760 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે અને 144 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે પ્રાથમિક નિરીક્ષણમાં 41 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું સફાઈ, આરોગ્ય વગેરેની ટીમો બનાવીને તેમજ સર્વેની ટીમે અત્યારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે 84 ગામોમાં વીજળી ગઈ છે એ આવતીકાલ 15 સપ્ટેમ્બર સાંજ સુધીમાં 100% પૂર્વવત થઇ જશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)કહ્યું કે જામનગર શહેરમાં પણ અમુક નીચાણવાળા ભાગોમાં રેસ્ક્યુની ટીમ દ્વારા 724 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે અને 1146 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ 10 હજાર ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવા માટે આપી દીધા છે. મુખ્યપ્રધાન પટેલે કહ્યું કે કમિશ્નર તેમજ સફાઈ અને આરોગ્યની ટીમ જેટલું બને એટલું ઝડપથી સફાઈ થઇ જાય અને રોગચાળો ન ફેલાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે વરસાદના કારણે ખેતીની સાથે પશુધનને પણ નુક્સાન થયું છે, જેનો પણ સર્વે કરવા માટે આદેશ આપી દેવાયા છે. વરસાદથી થયેલી નુકસાનીની સહાય અંગે મુખ્યપ્રધાને કહ્યું કે સર્વેના જે રીપોર્ટ આવશે ત્યારબાદ સહાય અંગે વિચારણા કરવામાં આવશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે જામનગરના સાંસદ પૂનમ બહેન, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્યસચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

આ પણ વાંચો : AHMEDABAD : સાણંદમાં દોઢ વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા પછાળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું