મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સંવેદના, કોરોનામાં પતિ ગુમાવનાર મહિલાની મદદે આવી સરકાર

|

Oct 11, 2021 | 3:09 PM

કોરોનાના કારણે મૃત્યુ થતા વારસાઈ માટે છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાતા હતા. ભરૂચ મુલાકાત દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ ઘટના સામે આવી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારએ સંવેદના દાખવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કોરોનોમાં પતિ ગુમાવનાર ભરૂચ રહેવાસી શીતલ મોદીની પડખે ભૂપેન્દ્ર પટેલની સરકાર મદદે આવી છે. સસ્તા અનાજની દુકાન શીતલ બેનના પતિ ચલાવતા હતા. પરંતુ, કોરોનાના કારણે મૃત્યુ થતા વારસાઈ માટે છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાતા હતા. ભરૂચ મુલાકાત દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ ઘટના સામે આવી હતી. જેને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી વારસાઈનો હુકમ કર્યો હતો. હવે સીએમના આ નિર્ણયના કારણે શીતલ બેન આસાનીથી ગુજરાન ચલાવી શકશે. આ મુદ્દે Tv9 સાથે વાત કરતા પરિવાર ભાવુક બન્યો હતો.

હાલ તો એક મહિલાની મુશ્કેલીમાં સરકારે મદદરૂપ બનતા મહિલાનો પરિવાર ખુશખશાલ થયો છે. અને, સરકારની મદદને કારણે તેમના પરિવારની આર્થિક મુશ્કેલીઓ દુર થશે. ત્યારે સરકારના આ નિર્ણય થકી એક પરિવારની ખુશીઓ પાછી આવી છે. અને, પરિવારની મુશ્કેલીઓને સમજીને જે સરકારે નિર્ણય કર્યો છે તેની સરાહના થઇ રહી છે.

 

આ પણ વાંચો : Afghanistan: US અને UK એ તેમના નાગરિકોને તાત્કાલિક કાબુલની સેરેના હોટલ ખાલી કરવાની ચેતવણી આપી, ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલો

આ પણ વાંચો : Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, 6 વખતના ધારાસભ્ય અને પરિવહન મંત્રી યશપાલ આર્ય પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા

Published On - 3:03 pm, Mon, 11 October 21

Next Video