Chhota Udepur: નજીકમાં સરદાર સરોવર છતાં આ ગામ છે તરસ્યું, લોકોને પીવાના અને સિંચાઇના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો

|

May 30, 2022 | 11:21 AM

છોટા ઉદેપુરના (Chhota Udepur) અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટવા ગામમાં ભૌગોલિક સ્થિતિ એવી છે અને ઉપરથી પથરાળ વિસ્તાર હોવાને કારણે ઉનાળાની શરૂઆત થતાં જ જળ પાતાળમાં જતા રહેતા હોય છે.

Chhota Udepur: નજીકમાં સરદાર સરોવર છતાં આ ગામ છે તરસ્યું, લોકોને પીવાના અને સિંચાઇના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો
છોટા ઉદેપુરના ગામમાં પાણીની સમસ્યા

Follow us on

છોટા ઉદેપુરના (Chhota Udepur) અંતરીયાળ ટવા ગામની નજીકમાં જ નર્મદા નદી વહી રહી છે, છતાં અહીંના લોકો તરસ્યા રહેવા મજબુર છે. અહીં માણસોની સાથે પશુઓની હાલત પણ દયનીય છે. છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટવા ગામમાં ભૌગોલિક સ્થિતિ એવી છે અને ઉપરથી પથરાળ વિસ્તાર હોવાને કારણે ઉનાળાની (Summer) શરૂઆત થતાં જ જળ પાતાળમાં જતા રહેતા હોય છે. વર્ષોથી આ ગામના લોકોને ઉનાળાના સમયે પીવાના પાણી (Drinking water) અને સિંચાઇના પાણી માટે વલખાં મારવાનો વારો આવે છે. ટવા ગામના લોકોએ પીવાના અને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. અહીંના સ્થાનિકોએ અનેક વાર તંત્રને રજુઆત કરવા છતા સમસ્યાનો હલ આવતો નથી.

છોટા ઉદેપુરના ટવા ગામના લોકોને દિવસ રાત જો કોઈ સમસ્યા તકલીફ આપતી હોય તો એ છે પાણી. નવાઈની વાત એ છે કે સરદાર સરોવર પણ નજીકમાં આવેલું છે. છતાં ગામના લોકોને પીવાના પાણી અને સિંચાઇના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ગામના કેટલાક લોકો તો પોતાનું વતન છોડી પોતાના ઘરને તાળાં મારી અન્ય જગ્યાએ મજૂરીએ જવા મજબૂર બન્યા છે. પાણી વગર જીવન અશક્ય છે તો સાથે રોજી રોટીનો સવાલ પણ આ લોકોને સતાવી રહ્યો છે. ગામમાં આશરે 10 થી 12 વર્ષ પહેલા ગામમાં ટાંકી બનાવવામાં આવી હતી છતાં ગામના લોકોનું કહેવું છે ટાંકીમાં આજદિન સુધી પાણી જ નથી નાખવામાં આવ્યું.

આ બાબતે વિપક્ષના નેતા અને આ વિસ્તારના ધારાસભ્ય સુખરામ રાઠવાએ પણ વિધાનસભામાં રજૂઆત કરી છે. સુખરામ રાઠવાનું કહેવું છે કે નર્મદા યોજના થકી છેક સૌરાસ્ટ્ર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે સરકારે નજીક રહેતાં આદીવાસીઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ. ધારાસભ્યનું એવું પણ કહેવું છે કે આ વિસ્તારમાં હાફેશ્વર યોજનાનું પાણી મળે તે માટે તેમણે વારંવાર સરકારમાં રજૂઆત કરી છે. છતાં તેની કોઈ અમલવારી જોવા નથી મળતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સુખરામ રાઠવાના મતે આ વિસ્તારમાં 600 થી 700 ફૂટ ઊંડે બોર કરવામાં આવે તો પણ પાણી આવતું નથી અને ટવા ગામ અને આસપાસના દરેક ગામની સ્થિતિ આ જ છે. જો આ સમસ્યાનું નિવારણ લાવવું હોય તો નર્મદા યોજના આધારિત યોજનાઓ છે તેમાંથી આ વિસ્તારને પાણી આપવું જોઈએ.

પાણી વગર નાનામાં નાના જીવનું પણ જીવન અશક્ય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ટવા ગામના લોકો આજે પણ પાણી માટે પોકાર કરી રહ્યા છે. સૂત્રોચાર કરીને માગ કરી રહ્યા છે કે તેમને પડી રહેલી મુશ્કેલીનું સરકાર ઝડપથી નિરાકરણ લાવે તો તેમણે ગામ છોડવાનો વારો ન આવે.

Published On - 4:49 pm, Sun, 29 May 22

Next Article