CHHOTA UDEPUR : બોડેલી-વડોદરા હાઇવે પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ

|

Jul 28, 2021 | 12:32 PM

આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયાં છે.અકસ્માતનો ભોગ બનેલા કારમાં સવાર 4 લોકો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

સમાચાર સાંભળો

CHHOTA UDEPUR : મોડી રાત્રે બોડેલી-વડોદરા હાઇવે પર છુછપુરા નજીક એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયાં છે.અકસ્માતનો ભોગ બનેલા કારમાં સવાર 4 લોકો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે..અકસ્માત બાદ કારમાં ફસાયેલ વ્યક્તિઓને બહાર કાઢતા સવાર થઈ ગઈ હતી.હાલ મૃતકોના મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે. જો કે સદ્દનસીબે કાલાવાડ-રાજકોટ-છોટાઉદેપુરની એસ.ટી. બસમાં સવાર મુસાફરોને કોઈ જાનહાની થવા પામી ન હતી.

આ પણ વાંચો : SURAT : શહેરની 800 જેટલી સ્કૂલોમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ, દર 15 દિવસે વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાશે 

આ પણ વાંચો : Youngest Umpire : ક્રિકેટ જગતના સૌથી નાની વયના અમ્પાયર જામનગરના જય શુક્લ 

Next Video