છોટાઉદેપુરના હરીપુરામાં 7 વર્ષથી કોઝવે તૂટેલી હાલતમાં , ગ્રામજનોને પડી રહી છે હાલાકી

|

Oct 19, 2021 | 7:17 PM

કોઝવે તૂટેલો હોવાથી ગામમાં 108 એમ્બ્યુલન્સ આવી શકતી નથી, જેને કારણે દર્દીઓને અહી સુધી લાવી અને પછી ઊંચકીને કોઝવે પાર કરવો પડે છે.

Chhotaudepur : સરકાર ભલે શહેરથી લઈને ગામડા સુધીના વિકાસની વાત કરતી હોય..પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં હજી સુધી ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરીપુરા ગામમાં છેલ્લા સાત વર્ષથી નદી પરના કોઝવેની મરામત કરવામાં આવી નથી.જેથી ગામમાં કોઈ વાહનો પણ જઈ ન શકતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

અશ્વિન નદી પરના કોઝવે વર્ષો પહેલા બન્યો હતો અને તેનું ધોવાણ થતા આજદિન સુધી તેની મરામત કરવામાં આવી નથી.સમગ્ર બાબતે સ્થાનિકોએ તંત્રને અનેક રજૂઆત કરી છે છતાં તંત્ર ગ્રામજનોની વેદના સમજતું નથી. આ કોઝવે પરથી ગામના બે લોકો પસાર થતાં તણાયા હતા અને તેમણે જીવથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. બાળકો અભ્યાસ માટે શાળાએ જઈ શકતા નથી. કોઈની તબીયત ગંભીર થાય તો 108 પણ ગામમાં આવી શકતી નથી. આવામાં તંત્રના સુધી ગામના લોકોની વાત પહોંચે તે જરૂરી બન્યું છે.

સ્થાનિક લોકોએ વેદના ઠાલવતા કહ્યું કે આ કોઝવે 7 વર્ષથી તૂટેલો છે, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને પાણીમાં થઈને જવું પડે છે. જયારે કોઝવે પરથી વધારે પાણી પસાર થતું હોય ત્યારે વિદ્યાર્થીઓ શાળાએ જઈ  શકતા નથી. કોઝવે તૂટેલો હોવાથી ગામમાં 108 એમ્બ્યુલન્સ આવી શકતી નથી, જેને કારણે દર્દીઓને અહી સુધી લાવી અને પછી ઊંચકીને કોઝવે પાર કરવો પડે છે.

આ પણ વાંચો : Surat: સુરતથી સૌરાષ્ટ્ર માટે બુકિંગના પહેલા જ દિવસે 312 એસ.ટી. બસનું બુકીંગ, તંત્રને પણ 52 લાખની આવક

આ પણ વાંચો : ખેડૂતો માટે મોટા સમાચાર : ગુજરાત સરકાર આવતીકાલે જાહેર કરશે મોટું રાહત પેકેજ

Next Video