ખેડૂતો માટે મોટા સમાચાર : ગુજરાત સરકાર આવતીકાલે જાહેર કરશે મોટું રાહત પેકેજ

રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજ જાહેર કરશે. આ પેકેજમાં રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર 13,000 હજાર રુપિયા સહાય કરશે.

ખેડૂતો માટે મોટા સમાચાર : ગુજરાત સરકાર આવતીકાલે જાહેર કરશે મોટું રાહત પેકેજ
Gujarat government will announce a big relief package for farmers on October 20 tomorrow (File Photo)


GANDHINAGAR : ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતી કાલે જાહેર થશે. કૃષિપ્રધાન રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે આવતીકાલે કેબિનેટની બેઠક બાદ જાહેરાત થશે… જેમાં અતિવૃષ્ટીમાં અસરગ્રસ્તોને સહાય આપવા અંગે નિર્ણય લેવામાં આવશે… રાહત પેકેજ સીધું જ ખેડૂતોના ખાતામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, દિવાળી પહેલા રાહત પેકેજ જાહેર થશે. ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજની સહાયની રકમ જમા થઈ શકે છે.

રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજ જાહેર કરશે. આ પેકેજમાં રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર 13,000 હજાર રુપિયા સહાય કરશે. ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટર સુધી નુકસાનીમાં સહાય આપવામાં આવશે. જો કે આ પેકેજ અંતર્ગત 33% કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય આપવામાં આવશે. આ રાહત પેકેજથી જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જીલ્લાના ખેડૂતોને સહાય મળશે. આ સહાય માટે SDRFના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે. ઓછામાં ઓછી 5000 સહાય ચુકવાશે. આ માટે ખેડૂતોએ 25 ઓક્ટોબર થી 20 નવેમ્બર સુધી ફરશે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

રાહત પેકેજની રાહ જોતા રાજ્યના ખેડૂતો માટે હવે સારા સમાચાર આવ્યાં છે. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે તાજેતરમાં અતિભારે વરસાદ અને પુરને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને ઉભા પાકનું નુકસાન થયું છે. ખેતીની જમીનોનું ધોવાણ થયું છે. આ બાબતે રાજ્ય સરકારે જ્યાં જ્યાં વધુ વરસાદ પડ્યો છે તે અંગે ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો હતી એ તમામ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે આ સર્વેના એહવાલ પણ સરકાર પાસે આવી ગયા છે. આ મુદ્દે કઈ રીતે અને કેટલી સહાય કરવી એ નિર્ણય મુખ્યપ્રધાનની વિચારણા હેઠળ છે.

હવે આ સમગ્ર મામલે આવતીકાલે 20 ઓક્ટોબરે યોજાનારી રાજ્યની કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને કારણે રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના કેટલાક જિલ્લામાં ખેતીને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે આ વિસ્તારોમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલી નુક્સાનીનો તાગ મેળવીને તેમને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : વડોદરામાં એસ.ટી. કર્મચારીઓનું પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન, આવતી કાલથી રાજયભરમાં હડતાળની ચીમકી

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની સુગર મિલોને લગતા મુદ્દાઓ પર મહત્વની બેઠક યોજી

Click on your DTH Provider to Add TV9 Gujarati