છોટાઉદેપુર : કાશીપુરા ગામનો સુર્યોદય યોજનામાં સમાવેશ ક્યારે ? ખેડૂતો વિજળી માટે મારી રહ્યાં છે ફાફા

|

Nov 10, 2021 | 12:18 PM

બોડેલી તાલુકાના કાશીપૂરા અને આસપાસના અનેક ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમને મોડી રાત્રે વીજ પુરવઠો આપવામાં આવે છે.

રાજ્યના કેટલાક વિસ્તારમાં કિસાન સૂર્યોદય યોજનાનો ખેડૂતો લાભ લઈ રહ્યા છે, પરંતુ રાજ્યના અન્ય એવા ઘણા વિસ્તારો છે, જ્યાં ખેડૂતોને સૂર્યાસ્ત બાદ પણ વિજપુરવઠો મેળવવા ફાફા મારવા પડે છે. બોડેલી તાલુકાના કાશીપૂરા અને આસપાસના અનેક ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમને મોડી રાત્રે વીજ પુરવઠો આપવામાં આવે છે. જેને લઈ ખેડૂતોને આખો દિવસ ખેતરમાં કામ કરવું પડે છે અને રાત્રીના સમયે ઉજાગરા રહે છે. તો બીજી બાજુ રાત્રીના સમયે વિજપુરવઠો આપતા ભૂંડના ત્રાસને લઈ ખેતરમાં ખેડૂત જતાં પણ ડરી રહ્યાં છે. ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ વીજ કંપનીને રજૂઆત કરી હતી. જોકે અધિકારીએ જણાવ્યુ હતું કે આ વિસ્તારને કિસાન સૂર્યોદય યોજનામાં સમાવાયો નથી. જેથી રૂટિન પ્રમાણે એક સપ્તાહ દિવસે અને એક સપ્તાહ રાત્રી દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવે છે.

તો આ તરફ છેલ્લા દોઢ વર્ષથી ખેડૂતો કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે ત્યારે આ વર્ષે M.G.V.C.L દ્રારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો ન આપતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.હાલ તો આ વિસ્તારનો ખેડૂત વિજળીને કારણે પરેશાન છે. ત્યારે ખેડૂતોની આ સમસ્યાનો કયારે અંત આવે છે તે જોવું રહ્યું.

 

આ પણ વાંચો : ભાવનગર : અલંગના દરિયાકાંઠે ભંગાણ માટે 22 જહાજો પહોંચશે, હજુ વધારે જહાજો આવવાની સંભાવના

આ પણ વાંચો : અફઘાનિસ્તાન પર 8 દેશોની NSAની બેઠક દિલ્હીમાં શરૂ, ડોભાલે કહ્યું આ વાતચીત અફઘાનિસ્તાનની સાથે સાથે પડોશી દેશો માટે પણ મહત્વપૂર્ણ છે

Next Video