છોટાઉદેપુર : વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી, કવાંટમાં કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

|

Dec 03, 2021 | 7:11 PM

વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું નામ આવતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી થતાં છોટાઉદેપુરના કવાંટમાં કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું નામ આવતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ ખુશી વ્યક્ત કરી હતી. મોહનસિંહે કહ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે અવાજ ઉઠાવવા બંનેની પસંદગી થઈ છે. તો અગાઉના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની કામગીરીને પણ તેમણે ઐતિહાસિક ગણાવી હતી.

ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા છે. જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા.પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જ્યંતિ રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા.

જોકે નામ જાહેર થતાં આ વિવાદનો અંત આવશે. રાજકીય પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો, વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણ ઉભા કર્યા છે. કોંગ્રેસ OBC અને આદિવાસી નેતાને સહારે આગામી ચૂંટણીરૂપી વૈતરણી તરવા માંગે છે.

આ પણ વાંચો : GANDHINAGAR : ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોર બિરાજમાન, કોંગ્રેસની સત્તાવાર જાહેરાત

Next Video