Chhota Udepur : ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોની હડતાળ, ડોલોમાઇટ ફેકેટરીના માલિકો દ્વારા શોષણનો આક્ષેપ

|

Aug 01, 2021 | 10:28 PM

છોટાઉદેપુર વિસ્તારના ટ્રાન્સપોર્ટરો અને ટ્રકના માલિકો દ્વારા જિસકા માલ ઉસકા હમાલના સૂત્ર સાથે હડતાળ કરી દેતા ટ્રકોના પૈડાં થંભી ગયા છે.

Chhota Udepur : ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોની હડતાળ, ડોલોમાઇટ ફેકેટરીના માલિકો દ્વારા શોષણનો આક્ષેપ
Transporters and truck owners strike

Follow us on

Chhota Udepur : જિલ્લો ડોલોમાઈટ માઈટનું હબ ગણાય છે. આ વિસ્તારમાં ડોલોમાઈટ પથ્થરોને ખાણો આવેલ હોય કેટલાય લોકોને રોજીરોટી મળે છે. ડોલોમાઈટ પથ્થર દ્વારા જે પાવડર બને છે. તેની દેશભરમાં માંગ છે. અને જેને લઈ ટ્રક ટ્રાન્સપોર્ટના ધંધો પણ સારો એવો ચાલે છે. પણ આજરોજ છોટાઉદેપુરના ટ્રાન્સપોર્ટરો અને ટ્રકના માલિકોએ જિસકા માલ ઉસકા હમાલના સૂત્ર સાથે હડતાળ કરી દીધી છે .

ટ્રાન્સપોર્ટરો અને ટ્રકના માલિકોનું કહેવું છેકે વર્ષોથી તેમનું શોષણ ડોલોમાઈટ ફેક્ટરીના માલિકો કરી રહ્યા છે. ટ્રકમાં પથ્થરો કે કવોરીમાથી લાવવા કે પથ્થરોના પાવડરને લઈ અન્ય જગ્યાએ મોકલવામાં મજૂરી ટ્રકના માલિકને ચૂકવવી જ પડે છે. તેને લઈ તેમની આવકમાં ઘટાડો થયો છે. જે હાલના સંજોગોમાં તે પોષાય તેમ નથી.

જેથી ટ્રક એસોસિએશન દ્વારા 300 ટ્રક છોટાઉદેપુરની અને અન્ય વિસ્તારની મળી કુલ 400 થી 500 ટ્રકો લોકડાઉનની સ્થિતીમાં મુકાઇ છે. એસોસિએશનનું કહેવું છેકે જિસકા માલ ઉસકા હમાલનું સૂત્ર અપનાવ્યું છે તે માંગનું સ્વીકાર ફેક્ટરીના માલિકો નહી કરે ત્યાં સુધી ટ્રકો નહી ચાલે તેવી ચિમકી પણ ટ્રાન્સપોર્ટરો ઉચ્ચારી રહ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

દેશ આઝાદ થયો ત્યારથી આ વિસ્તારમાં માઇનિંગનું કામ ચાલે છે. અને ટ્રકો દ્વારા ડોલોમાઇટના પાવડરને ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. ટ્રકના ઓનરોનું કહેવું છે કે વર્ષોથી તેમનું શોષણ થઈ રહ્યું છે . એક ટ્રકમાં પાવડરની મજૂરી 500 રૂપિયા અને ટ્રકના જ્યારે પાવડર ઉતારવામાં આવે છે. ત્યાં 1500 મજૂરી ચૂકવવી પડતી હોય તેમના નફામાંથી નુકસાની વેઠવી પડે છે.

તેમનું એ પણ કહેવું છે કે જ્યારે ડીઝલનો ભાવ 50 નો હતો. ત્યારે પણ એજ ભાડું આપવામાં આવતું હતું. તેજ ડીઝલનો ભાવ આજે 100 નો થયો છે. ત્યારે પણ એજ ભાડું આપવામાં આવી રહ્યું છે. જેથી ડ્રાઈવર અને કંડક્ટરનો પગાર પણ નથી નીકળતો, હવે નિરાકરણ નહી આવે ત્યાં સુધી ટ્રકો નહી ચાલે તેવી ટ્રકના માલિકો જણાવી રહ્યાં છે.

આ સમસ્યાનું નિવારણ લાવવા માટે તેમણે મિનરલ અને માઇનસ એસોસિએશનને લેખિતમાં પણ જાણ કરી છે કે આ મોંઘવારીના સમયમાં પોષાય તેમ નથી. જેથી જિસકા માલ ઉસકા હમાલની મુહિમ જે ચલાવવામાં આવી છે. તેના પર માઇનસ એસોસિએશન વિચારણા કરે, કારણ કે આ ધંધા સાથે ઘણા બધા લોકો જોડાયેલ છે. તેમની રોજીરોટીનો સવાલ ઊભો થયો છે. આ એસોસિએશન હડતાળ પાડવાનું ઇચ્છતા નથી પણ મજબૂરી હોવાનું તેઓ ગણાવી રહ્યાં છે.

Next Article