
છોટાઉદેપુર જિલ્લો ગુજરાતના છેવાડે આવેલ જિલ્લો છે. અહીં રોજગારી માટેના અન્ય કોઈ ઉધ્યોગ નથી. ફક્ત સફેદ પથ્થર માંથી પાવડર બને છે તેની આખા ગુજરાતમાં માંગ છે. સાથો સાથ મધ્ય પ્રદેશ , મહારાષ્ટ્રમાં પણ સફેદ પથ્થરની ખુબ માંગ છે. આજ રીતે સફેદ સોનુ ગણાતી રેતી પણ ગુજરાતના ખૂણે ખૂણે જાય છે અને પાવડર અને રેતીનો વહન કરતી ટ્રકોના જાણે પૈડા થંભી ગયા છે. જેનું કારણ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ મુખ્ય કહેવાતા બ્રીજોની ખખડ ધ્જજ હાલત છે. હાલમાં આવા બ્રીજો પર ફક્ત લાઇટ વ્હીકલ જ પસાર થાય છે.
બ્રીજો ઉપરથી પસાર થતા વાહનો અને લોકોની સુરક્ષાને ધ્યાને લઈ ભારદારી વાહનોની અવર જવર પર રોક લગાવી દેતા જ જાણે છોટાઉદેપુર જિલ્લાના બે મહત્વના ડોલોમાઈટ પાવડર અને રેતીનો ધંધા પર નિર્ભર હજારો લોકો આજે બેરોજગારીની કગાર પર આવી ગયા છે. છોટાઉદેપુર શહેરની વાત કરવામાં આવે તો 300થી વધુ ટ્રકો પર નિર્ભર ટ્રાન્સપોર્ટરો અને તેની સાથે જોડાયેલા લોકો આજે બેરોજગારીની ખપ્પરમાં આવી ગયા છે .
છોટાઉદેપુર જિલ્લાના બ્રીજોની ચકાસણી કરવામાં આવતા કેટલાય બ્રીજો જોખમી જણાયા. જોખમી જણાતા તંત્ર દ્વારા બ્રીજો પરથી ભારે વાહનો પર રોક લગાવી દેવામાં આવી અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે અલગ અલગ વિસ્તારો માંથી ડાયવરજનો આપવામાં આવ્યા. પણ ચોમાસાની સ્થિતિમાં આ ડાયવર્જનો એટલા બિસ્માર છે કે તેના પરથી પસાર થવું લોખંડના ચણા ચાવવા બરાબર છે.
વડોદરા,અમદાવાદ, સુરત કે પછી રાજકોટ તરફ જવું હોય તો 80થી 100 કિમીનો વધુના ચકરાવો થાય છે. મેન્ટેન્સ, સમય અને ઇંધણનનો ખર્ય પણ વધે છે. જે ટ્રાસપોર્ટરોને પોસાતું નથી. આજે એ સ્થિતિ ઊભી થઈ છે કે ટ્રાસપોર્ટરો ડ્રાઈવરોને છૂટા કરી રહ્યા છે. આ સ્થિતિ છેલ્લા બે વર્ષ થી છે. તંત્ર તરફથી આપવામાં આવેલ ડાયવર્જનો પર ટ્રકના ચાલકો જવા તૈયાર નથી. અકસ્માત ને લઈ તેવો ને સતત ડર સતાવે છે. પથ્થર વાળા રસ્તા પર જો ગાડી પસાર કરે તો ટાયર ફૂટી જતા તેમને રસ્તામાં ભૂખ્યા તરસ્યા રહેવું પડે છે. આ સમસ્યા ને લઈ કેટલાક ડ્રાઇવરો રસ્તા પર જવા પણ તૈયાર નથી.