સાવધાન : પાણીપુરીનો ચસ્કો પડી શકે છે ભારે, લેબોરેટરી તપાસમાં આ ખતરનાક બેક્ટેરીયા મળ્યો

રાજકોટમાં પાણીપુરીના પાંચ વિક્રેતાઓને ત્યાંથી લીધેલા નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાં તમામ નમૂનાઓ ફેઇલ થયા હતા અને પાણીપુરીમાંથી ઇ કોલી બેક્ટેરીયા મળી આવ્યા હતા.

સાવધાન : પાણીપુરીનો ચસ્કો પડી શકે છે ભારે, લેબોરેટરી તપાસમાં આ ખતરનાક બેક્ટેરીયા મળ્યો
Caution Panipuri Become Health Problem laboratory tests found these dangerous bacteria ( File Photo)
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:41 PM

જો આપને પાણીપુરી(Pani Puri) ખાવાનો શોખ હોય અને બહારની પાણીપુરી ખાતાં હોય તો ચેતી જજો.રાજકોટમાં(Rajkot) પાણીપુરીમાંથી ખતરનાક  બેક્ટેરીયા મળી આવ્યા છે.રાજકોટના આરોગ્ય વિભાગ દ્રારા થોડા દિવસ પહેલા શહેરના અલગ અલગ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ  હાથ ધરી હતી.

જેમાં પાણીપુરીના પાંચ વિક્રેતાઓને ત્યાંથી લીધેલા નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાં તમામ નમૂનાઓ ફેઇલ થયા હતા અને પાણીપુરીમાંથી ઇ કોલી (E-Coli)  બેક્ટેરીયા મળી આવ્યા હતા.

જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.પાંચ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં વપરાંતા પાણીની નમૂના ફેઇલ થતા આરોગ્ય વિભાગે અન્ય ૨૦ દુકાનોમાં નમૂના લીધા હતા.જે વિક્રેતાઓના પાણીના નમૂના ફેઇલ થયા છે તેની સામે ફુડ એન્ડ સેફ્ટી સ્ટાર્ડટ એક્ટ હેઠળ કાર્યવાહી થશે.

ખત્તરનાક ઇ-કોલી(E coli)   બેક્ટેરિયા શું છે?

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે ઇ કોલી  બેક્ટેરીયા એટલે એવા બેક્ટેરીયા જે પાણીમાં જોવા મળતા હોય છે.સામાન્ય રીતે ઝાડા ઉલટીના કેસ જોવા મળતા હોય છે ત્યારે પાણીના નમૂના લેવામાં આવે છે જેમાં આ પરીક્ષણ કરવામાં આવે છે.

આરોગ્ય વિભાગે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ વિક્રેતાઓ જે પાણીનો ઉપયોગ કરી રહ્યા હતા તે પાણી પીવા લાયક પાણી નથી.સાથે સાથે પાણીનો સંગ્રહ જેમાં કરતા હોય છે તે વાસણ પણ સ્વચ્છ ન હોય તો પણ આ બેક્ટેરીયા જોવા મળે છે ટૂંકમાં આ પાણીપુરી ખાવાથી બિમારીને સીધું જ નોતરૂ આપવા જેવું છે.

આ સ્થળોની પાણીપુરીમાં મળ્યો ઇ-કોલી  બેક્ટેરીયા
જય જલારામ પાણીપુરી-પુરુષાર્થ મેઇન રોડ
જાગનાથ પ્લોટમાં આવેલી નારાયણ દિલ્હી ચાટ
ગોંડલ રોડ પર આવેલી સાધના ભેળ.
સર્વેશ્વર ચોકમાં આવેલ બોમ્બે સ્ટાઇલ ભેળવાળા.

આ પાણીપુરી ખાવાથી આ બિમારીઓ થઇ શકે છે 

આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડના કહેવા પ્રમાણે આ પ્રકારની પાણીપુરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.આ પ્રકારની પાણીપુરી ખાવાથી રોગને નોતરૂ આપવા જેવું છે,આવી પાણીપુરી ખાવાને કારણે ઝાડા ઉલટી,ફુડ પોઇઝનીંગ થઇ શકે છે.કેટલાક કિસ્સાઓમાં આંતરડાંની બિમારી અને આંતરડાંમાં ચાંદા પણ પડી શકે છે.