ઘડિયાળની ચોરી કરતા ડિલિવરી બોયની કરતૂતો કેમેરામાં થઈ કેદ, જુઓ VIDEO

|

Jan 16, 2021 | 3:12 PM

જો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ખરીદી કરતા હોવ તો જરા સાવધાન રહેજો. કારણ કે હવે એક એવો વીડિયો વાયરલ થયો છે. જે અમારી જેમ તમને પણ અચંબિત કરી શકે છે. ઓનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરતા એક ડિલિવરી બોયની આ કરતૂતો જુઓ પાર્સલમાંથી કેવી રીતે સામાનની ચોરી આ યુવક કરી રહ્યો છે.   Facebook પર તમામ […]

જો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ખરીદી કરતા હોવ તો જરા સાવધાન રહેજો. કારણ કે હવે એક એવો વીડિયો વાયરલ થયો છે. જે અમારી જેમ તમને પણ અચંબિત કરી શકે છે. ઓનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરતા એક ડિલિવરી બોયની આ કરતૂતો જુઓ પાર્સલમાંથી કેવી રીતે સામાનની ચોરી આ યુવક કરી રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યુવકને એમ હશે કે તેની ચોરીની આ કરતુતોને કોઈ જોઈ નહી રહ્યું હોય. જો કે ચોરીની આ સમગ્ર ઘટના ત્રીજી આંખ એટલે કે CCTVમાં કેદ થઈ છે. પીળી ટોપી અને બ્લુ જીન્સ-ટીશર્ટ પહેરેલો ડિલિવરી બોય પાર્સલમાંથી એક ઘડિયાળ કાઢી રહ્યો છે અને પોતાના પેન્ટના ખિસ્સામાં મુકી ઉભો થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ બાઈકના લોકરમાં ઘડિયાળ સહિતની વસ્તુઓ સંતાળી છે. મહત્વનું છે કે ચોરીની આ સમગ્ર ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જો કે આ વીડિયો સુરતના ચોકબજાર વિસ્તારનો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદલોનકારી મહિલાઓની રેલી, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી

Published On - 7:38 am, Sat, 15 February 20

Next Video