
અમદાવાદના બોપલમાં છેડતીની એક ઘટના સામે આવી છે. જેમાં બોપલ વિસ્તારમાં આવેલા એક બ્યુટી પાર્લરમાં યુવતીની છેડતી થઈ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે જે યુવકે છેડતી કરી હતી તે યુવતીનો વેશ ધારણ કરીને આવ્યો હતો. તે યુવક અચાનક જ બળજબરી કરવા લાગ્યો હતો. જેથી મહિલાના વેશમાં આવેલા યુવકને ધક્કો મારીને ભોગ બનનાર યુવતી ભાગી હતી. જેના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે અને બોપલ પોલીસે આ કેસમાં છેડતીખોર યુવક સામે ફરિયાદ નોંધી છે.
Published On - 9:28 pm, Tue, 15 December 20