Rajkot: ડ્રોના નામે કૌભાંડ, આવાસ યોજનાના ડ્રોમાં એક વિંગમાં એક જ જ્ઞાતિના લોકોને ફ્લેટ અપાયા

|

Nov 12, 2021 | 10:14 AM

Rajkot: ગોકુલનગર સોસાયટીમાં નવું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આવાસના ડ્રોમાં જ્ઞાતિ પ્રમાણે ફ્લેટ અપાયા છે. ત્યારે આમાં મનપાના અધિકારીઓ અને અસામાજીક તત્વોની મિલીભગત હોવાની વાત ચાલી રહી છે.

રાજકોટમાં (Rajkot) આવાસ યોજનામાં ડ્રોના (Awas Yojana Draw) નામે ડીંડક થયું હોવાનું સામે આવ્યું છે. સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર સોસાયટીમાં મનપાના અધિકારીઓએ બંધબારણે એક આખી વિંગમાં એક જ્ઞાતિ પ્રમાણે ફ્લેટ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ડ્રો પહેલા જ નક્કી થઈ ગયું હતું કે કોને ક્યો ફ્લેટ આપવો. ગોકુલનગર સોસાયટીનો ડ્રો ચિઠ્ઠી ઉછાળીને થયો હતો. જેમાં એક વિંગમાં એક જ જ્ઞાતિના લોકોને ફ્લેટ ડ્રોમાં લાગ્યા હતા.

એટલું જ નહીં સગા ભાઈઓ, બાપ-દીકરા એક જ ફ્લોર પર અને આજુબાજુના ફ્લેટમાં હતા. એક વિંગ એવી હતી જેમાં માત્ર પરપ્રાંતીય અને અન્ય વર્ણના લોકો હતા. જેને કારણે હાલ ગોકુલનગરમાં જ્ઞાતિઓના વાડા સર્જાયા છે. મ્યુનિસિપલ કમીશનર અમિત અરોરાએ કહ્યું જ્ઞાતિ મુજબ ફાળવણી કરવાની જ ન હોય. જે રીતે ડ્રો થયો હતો તે ક્યા સંજોગોમાં થયો હતો અને આ રીતની ખરેખર મંજૂરી છે કે નહી તેની તપાસ કરાશે.

 

આ પણ વાંચો: Ahmedabad: AMC નો કડક નિર્ણય, કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લેનારને આ જગ્યાઓ પર નહીં મળે પ્રવેશ!

આ પણ વાંચો: Vadodara: રખડતા ઢોર મામલે કોર્પોરેશનની ઢોર પાર્ટીની મિલીભગતનો વિડીયો વાયરલ, તંત્ર આવ્યું હરકતમાં

Next Video