Breaking News : ઓડીસામાં થયેલ ટ્રેન દુર્ઘટનાના પગલે ગુજરાત ભાજપે તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા, જુઓ Video

ઓડીસામાં થયેલ ટ્રેન દુર્ઘટનાના પગલે ગુજરાત ભાજપે તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે.ઓડિશામાં બનેલી દુઃખદ દુર્ઘટના પગલે ભાજપા ગુજરાતના કેન્દ્ર સરકારે 9 વર્ષ પુરા કર્યા તેની ઉજવણીના તથા ગુજરાત ભાજપ ના બીજા કાર્યેક્રમો સ્થગિત કરવામાં આવે છે.હવે પછી બીજી જાહેરાત કરવામાં આવશે

| Edited By: | Updated on: Jun 03, 2023 | 11:17 AM

Gandhinagar : ઓડીસામાં થયેલ ટ્રેન દુર્ઘટનાના પગલે ગુજરાત ભાજપે તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે.ઓડિશામાં બનેલી દુઃખદ દુર્ઘટના પગલે ભાજપા ગુજરાતના કેન્દ્ર સરકારે 9 વર્ષ પુરા કર્યા તેની ઉજવણીના તથા ગુજરાત ભાજપ ના બીજા કાર્યેક્રમો સ્થગિત કરવામાં આવે છે.હવે પછી બીજી જાહેરાત કરવામાં આવશે.

ગતરાત્રે ઓરીસ્સામાં થયેલ ભયાનક ટ્રેન દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનાર સંપર્ક અભિયાન,ટિફીન બેઠક તથા જાહેર કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. આ ઉપરાંત ઓડિશામાં ગઈકાલે થયેલો ટ્રેન અકસ્માત જેમાં યાત્રીઓના દુઃખદ અવસાન થયેલ છે.

તે માટે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને જનસંપર્ક અભિયાન હેઠળ આજના પાર્ટીના તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવેલ છે તેની બધા કાર્યકર્તાઓએ નોંધ લેવી.

આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે . “ઓડિશાનાં બાલાસોરમાં ગઇકાલે સાંજે ઘટેલી રેલ-દુર્ઘટના અત્યંત દુખદ છે. આ દુર્ઘટનાને કારણે કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થતા એ અંતર્ગત યોજાનારા કાર્યક્રમો અને ભારતીય જનતા પાર્ટીનાં અન્ય તમામ કાર્યક્રમો આજનાં દિવસ માટે સ્થગિત કર્યા છે. ઇશ્વર શોકાકુલ પરિવારોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પણ કરે અને દિવંગતોને શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ”

ઓડિશાના બાલાસોરના બહનાગા પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. ત્રણ ટ્રેનો (હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન) એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

અકસ્માતની જે તસવીરો સામે આવી છે તે ભયાનક છે, તેના પરથી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે મૃતકોનો આંકડો સેંકડોને પાર કરી જશે. એવું જ થયું, પહેલા 30, પછી 50, પછી 70 લોકો, મધ્યરાત્રિએ મૃત્યુની સંખ્યા 120 થઈ અને થોડી જ વારમાં તે 207 થી વધીને 280 થઈ ગઈ. અત્યાર સુધી સામે આવેલા આંકડાઓ અનુસાર 900 લોકો ઘાયલ થયા છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:47 am, Sat, 3 June 23