Breaking News : ‘લાયસન્સ વિનાના મીટ શોપ શરુ થવા નહી દેવાય’, હાઈકોર્ટમાં સરકારનો જવાબ, જાણો કોર્ટમાં થઇ શું દલીલો

|

Mar 31, 2023 | 2:56 PM

સરકારે કોર્ટમાં જણાવ્યુ છે કે મીટ શોપનું લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પડ મીટ જ વેચવાની છૂટ રહેશે. સાથે જ હાઇજીનનું પણ ધ્યાન રાખવું પડશે. રાજ્યમાં 2147 લાયસન્સ વાળા મીટ શોપ અને પ્રોસેસિંગ યુનિટ હોવાની સરકારે માહિતી આપી છે.

Breaking News : લાયસન્સ વિનાના મીટ શોપ શરુ થવા નહી દેવાય, હાઈકોર્ટમાં સરકારનો જવાબ, જાણો કોર્ટમાં થઇ શું દલીલો

Follow us on

ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કતલખાના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારે કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે, સરકાર લાયસન્સ વિના મીટ શોપ ચાલુ નહીં થવા દે. લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પડ મીટ જ વેચવાની છૂટ રહેશે. સાથે જ હાઇજીનનું પણ ધ્યાન રાખવું પડશે. રાજ્યમાં 2147 લાયસન્સ વાળા મીટ શોપ અને પ્રોસેસિંગ યુનિટ હોવાની સરકારે માહિતી આપી છે.

આ પણ વાંચો-Breaking News : વડોદરામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, આગ કાબુ બહાર જતા બાજુમાં આવેલા ફ્લેટમાં પ્રસરી, જુઓ Video

મરઘીને પક્ષી કે જાનવરની વ્યાખ્યામાં મુકવા અંગે મુંઝવણ

મીટ શોપના માલિકોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, અમને લાયસન્સ મેળવવા માટે થોડો સમય આપવો જોઈએ. ત્યાં સુધી વચગાળામાં પણ ધંધો ચાલુ રાખવા દેવાની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે પોલ્ટ્રી ફાર્મ સંચાલકો અને વેચાણકર્તાઓએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મરઘીને પક્ષીના બદલે જાનવરની વ્યાખ્યામાં મુકવાથી પ્રશ્ન સર્જાયો છે. મરઘીના માંસની આવરદા 17 દિવસની હોય છે. તેને કાયદા પ્રમાણે 3 મહિનાની આવરદાવાળું કઈ રીતે બનાવી શકાય ?

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

મરઘી મુદ્દે સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, કાયદાએ આપેલી વ્યાખ્યા પ્રમાણે જ સરકારે કાર્યવાહી કરી છે. જ્યાં સુધી એને પડકાર આપવામાં ના આવે અને વ્યાખ્યામાં બદલાવ ના થાય ત્યાં સુધી સરકાર કોઈ રાહત આપી શકે નહીં. હાઈકોર્ટે મીટ શોપ અને કતલખાના તેમજ પોલ્ટ્રી શોપ શરૂ કરવાની રજૂઆતોના મુદ્દે સુનાવણી પૂર્ણ જાહેર કરીને ચુકાદો અનામત રાખ્યો છે.

હાઇકોર્ટમાં કઇ બાબતમાં થઇ હતી અરજી ?

કોર્ટના આ નિર્ણય સામે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિકોએ હાઈકોર્ટ અરજી કરી છે. અરજદારોએ માગ કરી છે કે મરઘીઓની કતલ, કતલખાનામાં જ થવી જોઈએ. જ્યારે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિક તેનો વિરોધ કરી રહ્યા છે. તેણે કોર્ટને કહ્યું છે કે આ માગ વ્યવહારુ નથી.

તેમનું કહેવું છે કે કતલખાનાને પ્રાણીઓની કતલ કરવાનો અધિકાર મળ્યો છે. મરઘાઓને પણ તેના દાયરામાં લાવવા જોઈએ. મરઘાંના વેપારીઓ અને ચિકન શોપના માલિકોએ કતલખાનામાં મરઘાં પક્ષીઓનું કટિંગ કરાવવાની દલીલને અવ્યવહારુ ગણાવી છે. તેઓએ કહ્યું છે કે દુકાનો બંધ છે. રોજગારીને અસર થઈ રહી છે. એ લોકો કેવી રીતે આજીવિકા મેળવશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:28 pm, Fri, 31 March 23

Next Article