Breaking News : સુરતની દારુકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી સ્કૂલમાં સ્લેબ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા બેના મોત, એકની હાલત અત્યંત ગંભીર

|

Aug 15, 2023 | 12:10 PM

કોલેજની અંદર આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા આ ઘટના બની છે. ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે.

Breaking News : સુરતની દારુકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી સ્કૂલમાં સ્લેબ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા બેના મોત, એકની હાલત અત્યંત ગંભીર

Follow us on

Surat : સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજમાં સ્લેબ ધરાશાયી (Slab collapse) થતા તેના નીચે ત્રણ લોકો દટાઇ ગયા હતા. આ પૈકીના બે લોકોના મોત થયા છે. કોલેજની અંદર આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા આ ઘટના બની છે. ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે.

આ પણ વાંચો-Sabarkantha: સ્ટેટ વિજીલન્સે SRP સાથે વડાલીમાં દરોડો પાડ્યો, સંચાલક, રાઈટર, હિશાબનીશ સહિત પેઢીની જેમ ચલાવાતુ જુગારધામ!

કાટમાળ નીચે ત્રણ શ્રમિકો દટાયા

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં જ એક શાળા આવેલી છે. કોલેજમાં જ આવેલી ડાયમન્ડ સ્કૂલ જર્જરિત હોવાના પગલે તેનું સમારકામ ચાલી રહ્યુ હતુ. શાળાની બહારના ભાગમાં સમારકામ કરવામાં આવી રહ્યુ હતુ. જો કે સમારકામ દરમિયાન શાળાનો એક સ્લેબ ધરાશાયી થઇ ગયો હતો. જેના કાટમાળ નીચે ત્રણ શ્રમિકો દટાયા હતા.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

સારવાર દરમિયાન બે શ્રમિકોના મોત

ઘટના અંગે જાણ કરાતા જ નજીકના વિસ્તારમાંથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ નીચેથી ત્રણેય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન બે શ્રમિકોના મોત થયા છે.

પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા

કાપોદ્રાની ડાયમંડ સ્કૂલમાં ગેટનું કામ ચાલી રહ્યું હતું. ચાલુ કામ દરમિયાન છજ્જુ તૂટવાની ઘટના બની હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ગેટની કામગીરી દરમ્યાન છજ્જાનો ભાગ એકાએક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 2 શ્રમિકોનું મોત થયું છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કર્મચારીઓ પણ  સ્થળ પર દોડી આવ્યો હતો.

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ધારૂકા કેમ્પસમાં આવેલી ડાયમંડ સ્કુલમાં બે દિવસની રજા હોવાથી કોન્ટ્રકટરને કોન્ટ્રકટ આપીને સ્કુલની એન્ટ્રીનું છત પાડવાનું કામ આપવામાં આવ્યું હતું ગતરોજથી કોન્ટ્રકટર દ્વારા આ કામગીરી ચાલુ હતું અને આજે સવારથી પણ આ કામગીરી કરવામાં આવી રહી હતી. આ દુર્ઘટનામાં ફાયર વિભાગે દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા છે તો બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:36 am, Tue, 15 August 23

Next Article