Breaking News : DGVCLની પરીક્ષામાં ગેરરીતિ મામલામાં બે આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર, અનેક ખુલાસાઓ થયા

|

May 22, 2023 | 11:41 AM

પરીક્ષામાં ગેરરીતિ માટે એક જ CPUથી બે મોનીટર ઓપરેટ થયા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ ક્રાઇમબ્રાન્ચે સર્ચ દરમિયાન CPU કબ્જે કર્યા છે.

Breaking News : DGVCLની પરીક્ષામાં ગેરરીતિ મામલામાં બે આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર, અનેક ખુલાસાઓ થયા

Follow us on

સુરતની (Surat) DGVCLની પરીક્ષામાં ગેરરીતિ મામલામાં ઝડપાયેલા બે આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ત્યારે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પરીક્ષામાં ગેરરીતિ (Exam malpractice) માટે એક જ CPUથી બે મોનીટર ઓપરેટ થયા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ ક્રાઇમબ્રાન્ચે સર્ચ દરમિયાન CPU કબ્જે કર્યા છે. ઉમેદવાર દીઠ 7થી 10 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યુ છે.

આ પણ વાંચો-Gujarati video : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ભગવાનના નવા રથનું કરવામાં આવશે ટ્રાયલ

પરીક્ષા કૌભાંડમાં રાજકોટ કનેક્શન સામે આવ્યુ

બીજી તરફ સુરતમાં વીજ કંપનીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના કૌભાંડમાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો હતો. રાજ્ય સરકારની વીજ કંપનીઓ દ્વારા જે પ્રકારે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી હતી એમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો જે બાદ આ કેસમાં તપાસ કરતાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. જે.જે. કુંડલિયા કેમ્પસમાં આવેલી સકસેસ ઈન્ફોટેક ઓફિસમાં છેતરપિંડી ચાલતી હોવાનો ખુલાસો થયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ક્રાઇમ બ્રાન્ચમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઇ

સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પરીક્ષાઓમાં ગેરરીતિ મામલામાં ક્રાઇમ બ્રાન્ચમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી છે. DGVCL વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. જે મામલામાં સુરત બહારના શહેરોમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ માત્ર સુરત જ નહીં વડોદરા અને અમદાવાદમાં પણ ગેરરીતિ આચરી હતી. પોલીસે ઇન્દ્રવદન અશ્વિનભાઇ પરમાર અને ઓવેશ મોહંમદરફીક કાપડવાલા જે સુરત શહેરમાં વરાછા રોડ ખાતે આવેલા “સારથી એકેડેમીં”ના માલિક છે તેની ધરપકડ કરી હતી.

અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ, તપાસ કરતાં રૂપિયા કમાઈ લેવાની લાલસામાં કેટલાક શખસોએ ટોળકી બનાવીને આખું કૌભાંડ આચાર્યું હોવાનું સામે આવ્યું હતું. વીજ વિભાગની જુનિયર ક્લાર્કની એક્ઝામમાં સુરતની એકેડમીના માલિક સહિત બેની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી.

મહત્વનું છે કે આ બાતતે વધુ તપાસ કરતાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. તા. 09, ડિસેમ્બર 2020 થી તા. 06 જાન્યુઆરી 2021 દરમિયાન અલગ-અલગ તારીખોએ લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષા પ્રક્રિયામાં આરોપીઓ, પરીક્ષા કેન્દ્રના માલિકો અથવા કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા તથા એજન્ટો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવવા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:06 am, Mon, 22 May 23

Next Article