Breaking News : ગુજરાતમાં 7 IAS અધિકારીના બદલીના આદેશ, રાજકુમાર બેનિવાલને GMB ના સીઇઓ બનાવાયા

|

Jun 21, 2023 | 9:12 PM

જેમાં કમલ દાયાણીની GAD વિભાગનાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપાઈ છે. જ્યારે મનોજ કુમાર દાસની રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેકેટરી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. મનોજ કુમાર દાસને પોર્ટ્સ અને ટ્રાન્સ્પોર્ટ વિભાગની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

Breaking News : ગુજરાતમાં 7 IAS અધિકારીના બદલીના આદેશ, રાજકુમાર બેનિવાલને GMB ના સીઇઓ બનાવાયા
Gujarat IAS Transfer

Follow us on

Gandhinagar : ગુજરાત સરકારે 7 IAS અધિકારીઓના બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં આઇએએસ રાજકુમાર બેનિવાલને GMBના સીઇઓ બનાવાયા છે. જેમાં કમલ દાયાણીની GAD વિભાગનાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપાઈ છે. જ્યારે મનોજ કુમાર દાસની રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેકેટરી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. મનોજ કુમાર દાસને પોર્ટ્સ અને ટ્રાન્સ્પોર્ટ વિભાગની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત આઇએસ મોના ખંધારને રેવન્યુ વિભાગનાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઇ છે. તેમણે રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર તરીકેની વધારાની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે અશ્વિની કુમારને અર્બન ડેવલપમેન્ટ વિભાગ સહિત યુથ, સ્પોર્ટસ અને કલ્ચરલ વિભાગની વધારાની જવાબદારી સોંપાઇ છે.

આજનું રાશિફળ તારીખ : 26-03-2025
ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ

જ્યારે નર્મદા અને જળ વ્યવસ્થાપન વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજને GSDMAનાં CEO તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે. જેમાં આરતી કંવરને ગુજરાત સરકારમાં રેસિડેન્ટ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે. જેમાં કમિશનર ઓફ મ્યુસિપલ વધારાના હવાલા સાથે રાજકુમાર બેનીવાલને GMBના CEO તરીકેની જવાબદારી સોંપાઇ છે.

Published On - 8:19 pm, Wed, 21 June 23