હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમા વાદળોના ગરજવાની સાથે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારમે વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી હતી. તારીખ 28 અને 29 મે ના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં પવન સાથે વાદળછાયુ વાતાવરણ બન્યુ છે.શહેરના બોપલ, થલતેજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ભારે પવન ફુંકાઈ રહ્યો છે.
એક તરફ હવામાન વિભાગે ચોમાસાને લઇને પૂર્વાનુંમાન કર્યુ છે. બીજી તરફ ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિલ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 મે એ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વરસી શકે છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.
આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. જેના પગલે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
કાળઝાળ ગરમીમાં શેકાઇ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. કેરળમાં 4 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. IMDએ ચોમાસાને લઇને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જે મુજબ ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોમાસુ સામાન્ય રહેશે. ચાલુ વર્ષે 96 ટકા સરેરાશ વરસાદ વરસી શકે છે. જો કે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસુ સામાન્યથી થોડુ ઓછું રહી શકે છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:28 pm, Fri, 26 May 23