Breaking News : આગામી 5 દિવસ અમદાવાદ માં 42 ડિગ્રી પાર જશે તાપમાન, આજે અને કાલે યલ્લો એલર્ટ, 10 અને 12 મે ઓરેન્જ એલર્ટ અપાયુ

|

May 08, 2023 | 2:36 PM

હવામાન વિભાગે અમદાવાદમાં આગઝરતી ગરમીની પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ અમદાવાદમાં 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચશે.

Breaking News : આગામી 5 દિવસ અમદાવાદ માં 42 ડિગ્રી પાર જશે તાપમાન, આજે અને કાલે યલ્લો એલર્ટ, 10 અને 12 મે ઓરેન્જ એલર્ટ અપાયુ
Gujarat Heat Wave

Follow us on

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ વરસ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે અમદાવાદમાં આગઝરતી ગરમીની પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ અમદાવાદમાં 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં આજે અને આવતી કાલે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદમાં 10 અને 12 મે ના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Breaking News : આગામી 5 દિવસ અમદાવાદ માં 42 ડિગ્રી પાર જશે તાપમાન, આજે અને કાલે યલ્લો એલર્ટ, 10 અને 12 મે ઓરેન્જ એલર્ટ અપાયુ

આ અગાઉ વરસાદની આગાહી કરવામાં આવી હતી

આ અગાઉ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં પછી 4થી 5 મેના રોજ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી અનુસાર કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગીર સોમનાથ પંથકમાં કેરીના પાકને નુકસાન

છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદને કારણે ગીરસોમનાથના ખેડૂતો બેઠા નથી થઈ શક્યા અને કેરીના પાકમાં જોઈએ તેવો નફો રળી શક્યા નથી. આ વર્ષે પણ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. ગીર સોમનાથ પંથકમાં ફુંકાયેલા ભારે પવન સાથે વરસેલા વરસાદે આંબાના વૃક્ષો તેમજ વીજ થાંભલાઓને ભોય ભેગા કરી દીધા હતા. ભારે વરસાદમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી હતી.

કમોસમી વરસાદને કારણે તાલાલા ગીરના હરિપુર, આંકલવાડી, સૂરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહીત ઊના ગીર ગઢડાની ગીરના મોટા ભાગના ગામોમા જોવા મળ્યા હતા. ભારે પવન અને વરસાદના કારણે આંબાના બગીચાઓ ઢળી પડ્યા હતા. કેટલાક તૂટી ગયા હતા. તો મોટાભાગના આંબા પરથી કેરીઓ ખરી પડી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:07 pm, Mon, 8 May 23

Next Article