ગુજરાતની 27 સપ્તાહ ગર્ભવતી દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની અરજીના મામલે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે દિવસ દરમિયાન અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે તેવું સુપ્રીમકોર્ટે જણાવ્યું છે.
આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગનન્સી ટર્મિનેટની વાત મેડિકલ રિપોર્ટમાં કરાઈ છે. વધુમાં કહ્યું કે ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરશે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક દેવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. હાઈકોર્ટે ગર્ભપાતનો ઈન્કાર કરતા પીડિતાએ સુપ્રીમકોર્ટમાં ચુકાદાને પડકાર્યો હતો.
#SupremeCourt allows a rape victim from #Gujarat to terminate her pregnancy. Supreme Court observes that in Indian society, within the institution of marriage, pregnancy is rape victim a source of joy for a couple and society. However, outside marriage, it has effects on the mental health…
— Tv9 Gujarati (@tv9gujarati) August 21, 2023
આ પણ વાંચો : Ahmedabad: જનતા સુધી પહોંચવા કોંગ્રેસનું ‘વોક ફોર ઇન્ડિયા’, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પદયાત્રામાં જોડાયા, જુઓ Video
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા 11 ઓગસ્ટના રોજ અહેવાલ રેકોર્ડ પર લેવામાં આવ્યો હતો, પરંતુ આ વાત 12 દિવસ પછી 23 ઓગસ્ટના રોજ સૂચિબદ્ધ કરાયો હતો. અરજદારના વકીલે બેન્ચને કહ્યું કે જે સમયે મેડિકલ બોર્ડની રચના કરી ત્યારે અરજદાર મહિલા ગર્ભાવસ્થાના 26મા સપ્તાહમાં હતી. અરજદારના વકીલે કહ્યું કે અગાઉ આ મામલો 23 ઓગસ્ટને બદલે 17 ઓગસ્ટે લિસ્ટ કરવામાં આવ્યો હતો.
Published On - 12:11 pm, Mon, 21 August 23