Breaking News : સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, 6 લીટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો

અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 500 MLના પાઉચના ભાવમાં રૂ.1 નો વધારો થયો છે. તો 250 MLની દૂધની થેલી તથા 500 ML છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો છે.

Breaking News : સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, 6 લીટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો
| Updated on: Apr 05, 2023 | 11:32 AM

સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 500 MLના પાઉચના ભાવમાં રૂ.1 નો વધારો થયો છે. તો 250 MLની દૂધની થેલી તથા 500 ML છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો છે.

આ પણ વાંચો-Breaking News : સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, 6 લીટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો

ચાર દિવસ પહેલા અમુલ ડેરીએ વધાર્યા હતા દૂધના ભાવ

હજુ તો ચાર દિવસ પહેલા જ એટલે કે 1 એપ્રિલથી અમૂલે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમુલ ગોલ્ડનો  500 ગ્રામ જૂનો ભાવ 31 હતો. જ્યારે કે નવો ભાવ 32 રુપિયા કરવામાં આવ્યો છે. અમુલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મિલીનો  જૂનો ભાવ 28 રુપિયા હતો અને હવે નવો ભાવ 29 રૂપિયા છે. અમુલ ટી સ્પેશ્યલની વાત કરીએ તો 500 ગ્રામનો જૂનો ભાવ 29 રૂપિયા હતો. જો કે હવે નવો ભાવ 30 રૂપિયા થઈ ગયો છે.

અમુલે દૂધના ખરીદભાવમાં પણ કર્યો છે વધારો

તો અમુલે દૂધમાં ભાવ વધારો કરતા પહેલા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો હતો.  દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટ 800 રૂપિયા હતો. હવેથી પશુપાલકોને દૂધનો નવો ભાવ 820 રૂપિયા મળશે. આ સમાચાર મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આણંદની અમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 800 થી વધારી 820 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમુલ ડેરી સાથે સંકડાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

આ વર્ષે લીલા-સૂકા ઘાસચારમાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. જેને ધ્યાનમાં લઈ અમુલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમુલ ડેરી તરફથી લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને વધુ આર્થિક મદદ મળી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:20 am, Wed, 5 April 23