
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો છે. તેમજ તોફાની તત્ત્વોને ભગાડયા છે.વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ શહેરમાં વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી પોલીસ બોલાવાયો છે.
આ પૂર્વે આજે, વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થઈ જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ થયો છે. જે પછી બે જુથ સામ સામે આવી ગયા હતા. જો કે એડિશનર પોલીસ કમિશનરે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દીધા છે.
વિશ્વહિંદુ પરિષદના કારેલીબાગ પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રામ નવમી નિમિત્તે રામજીની યાત્રા નીકળી હતી. તે સમયે થયો પથ્થરમારો થયો હોવાના આક્ષેપ VHP અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યા છે. જો કે એડિશનર પોલીસ કમિશનરે દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે. સ્થળ પર શાંતિ જળવાઇ રહે તે માટે સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે.
ફતેપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બાદ ભારે નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે. કેટલીક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. અચાનક પથ્થરમારો થવાના કારણે નાસભાગનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:03 pm, Thu, 30 March 23