Breaking News : ગુજરાતમાં આગામી સમયમાં પરિવારની ઓળખ માટે બનશે ખાસ કાર્ડ, રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં લાવશે બિલ, જૂઓ Video

|

Sep 01, 2023 | 11:37 AM

આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. 8 ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્વારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે.આ કૌટુંબિક ID કાર્ડનો મુખ્ય હેતુ સરકારની યોજનાઓના લાભમાં વિલંબ ના થાય તે માટેનો છે.

Breaking News : ગુજરાતમાં આગામી સમયમાં પરિવારની ઓળખ માટે બનશે ખાસ કાર્ડ, રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં લાવશે બિલ, જૂઓ Video

Follow us on

Gandhinagar : ગુજરાતમાં આગામી સમયમાં પરિવાર ઓળખ માટે ખાસ કાર્ડ બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં (Assembly session)  આ અંગેનું બિલ લાવવા જઇ રહી છે. The family id act ગુજરાત વિધાનસભા સત્રમાં કરવામાં આવશે.

તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જોગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. 8 ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્વારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ કૌટુંબિક IDની શું હશે ખાસિયત અને ફાયદો ?

ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં જે પરિવારની ઓળખ માટેનું કાર્ડ આપવામાં આવશે તેનાથી અનેક ફાયદા લોકોને થશે. આ કૌટુંબિક ID ને જન્મ, મૃત્યુ અને લગ્નના રેકોર્ડ્સ સાથે લિંક કરવામાં આવશે. જેથી જ્યારે પણ જીવનમાં આવી ઘટનાઓ બને ત્યારે ડેટાનું સ્વચાલિત અપડેટ સુનિશ્ચિત થાય. કૌટુંબિક ID વિવિધ યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ, સબસિડી અને પેન્શનને લિંક કરશે. જેથી સુસંગતતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય તેમજ વિવિધ યોજનાઓ, સબસિડી અને પેન્શનના લાભાર્થીઓની સ્વતઃ પસંદગીને સક્ષમ કરી શકાય. કૌટુંબિક ID ડેટાબેઝની આપમેળે પૂછપરછ કરવામાં આવશે.  એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય, પછી પરિવારો દરેક વ્યક્તિગત યોજનાઓ હેઠળના લાભો મેળવી શકશે.

હરિયાણા અને કેરળ બાદ ગુજરાતમાં લાગુ પડશે આ કાયદો

એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય પછી, પરિવારોએ દરેક વ્યક્તિગત યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરવાની જરૂર નથી. વધુમાં એકવાર P0P ડેટાબેઝમાં ડેટા અપલોડ થયા પછી લાભાર્થી દ્વારા કોઈ વધુ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં તે પ્રકારની જોગવાઈ એકટમાં હોવાની શક્યતા છે.  આ પ્રકારનું કાર્ડ અગાઉ હરિયાણા અને કેરળમાં લાગુ કરવામાં આવ્યુ છે. ત્યારે હવે ભારતના ત્રીજા રાજ્ય ગુજરાતમાં પણ આ યોજના લાગુ કરવામાં આવશે.

આ કૌટુંબિક ID કાર્ડનો મુખ્ય હેતુ સરકારની યોજનાઓના લાભમાં વિલંબ ના થાય તે માટેનો છે. સાથે જ પરિવારના દરેક સભ્યને યોજનાનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:57 am, Fri, 1 September 23

Next Article