Breaking news: કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 કરોડના દાણચોરી રેકેટ, DRIએ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા

|

Aug 05, 2023 | 11:42 PM

કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 કરોડના દાણચોરી રેકેટમાં DRIએ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા છે. અમદાવાદ DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરી છે.

Breaking news: કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 કરોડના દાણચોરી રેકેટ, DRIએ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા

Follow us on

Directorate of Revenue Intelligence: કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 કરોડના દાણચોરી રેકેટમાં DRIએ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા છે. અમદાવાદ DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરી છે. જો કે DRI દ્રારા નામ જાહેર કરવામાં આવ્યા નથી.

સિગારેટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દાણચોરી થઈ રહી હતી. ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી. ભારતીય કસ્ટમ્સમાંથી કન્સાઈનમેન્ટની ક્લિયરન્સમાં મદદ કરવાનો પ્રયાસ કરનારા વચેટિયાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા જાન્યુઆરીમાં 100 કરોડનો દાણચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ડીઆરઆઈએ આ કેસમાં જાન્યુઆરી 2023માં 100 કરોડનો સામાન જપ્ત કરી લીધો હતો, જેમાં ઈ-સિગારેટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સમાવેશ થાય છે. વધુમાં, ભારતીય કસ્ટમ્સમાંથી કન્સાઈનમેન્ટની ક્લિયરન્સમાં કાર્ટેલને મદદ કરવાનો પ્રયાસ કરનારા વચેટિયાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય સૂત્રધારોએ આ દાણચોરીની પ્રવૃત્તિમાં તેમની સક્રિય ભૂમિકા સ્વીકારી છે. ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

આ પણ વાંચો: ભચાઉના કુડા ગામ પાસેથી ઝડપાયું જુગારધામ, 29.50 લાખના મુદ્દામાલ સાથે 22 શખ્સો ઝડપાયા, જુઓ Video

આ કેસમાં ડીઆરઆઈની સફળતા સામે આવી છે. દાણચોરીના જોખમ સામે લડવાની તેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, DRI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા કાવતરા ખોરોની મોડસનો પર્દાફાશ કરીને અને માસ્ટરમાઇન્ડ્સને પકડીને DRI દાણચોરી કરતી સિન્ડિકેટ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે અને કાયદાનો અસરકારક રીતે અમલ થાય તેની ખાતરી કરશે.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:32 pm, Sat, 5 August 23

Next Article