Breaking News : ગુજરાતના નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાના કથિત જમીન કૌભાંડની તપાસ માટે સીટની રચના

|

May 28, 2023 | 9:11 AM

ગાંધીનગર રેન્જ આઇજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ ની રચના કરાઈ છે.ગાંધીનગર એસપી તરૂણ દુગ્ગલ ટીમનું મોનિટરીંગ કરશે.જ્યારે કેસની સંપૂર્ણ તપાસ હેડક્વાર્ટર ડીવાયએસપી અમી પટેલને સોંપવામાં આવી. આ ઉપરાંત ગાંધીનગર પોલીસના ચાર પીઆઇ પણ આ ટીમમાં સભ્ય તરીકે રહેશે.

Breaking News : ગુજરાતના નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાના કથિત જમીન કૌભાંડની તપાસ માટે સીટની રચના
Gandhinagar SK Langa SIT

Follow us on

Gandhinagar : ગુજરાતના(Gujarat)  નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાના કથિત જમીન કૌભાંડની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થયા બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર SPના વડપણ હેઠળ 6 સભ્યની ટીમ બનાવાઈ છે. જેમાં ગાંધીનગર રેન્જ આઇજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ ની રચના કરાઈ છે.ગાંધીનગર એસપી તરૂણ દુગ્ગલ ટીમનું મોનિટરીંગ કરશે.જ્યારે કેસની સંપૂર્ણ તપાસ હેડક્વાર્ટર ડીવાયએસપી અમી પટેલને સોંપવામાં આવી. આ ઉપરાંત ગાંધીનગર પોલીસના ચાર પીઆઇ પણ આ ટીમમાં સભ્ય તરીકે રહેશે.

હાલ ગાંધીનગરના ડીવાયએસપીની આગેવાનીમાં પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કેસ સાથે જોડાયેલા હજારો પાનાના દસ્તાવેજો કબ્જે કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..પોલીસ આગામી દિવસોમાં રેવન્યુ નિષ્ણાતોની પણ મદદ લેશે. પોલીસ દ્વારા તત્કાલીન અધિકારીઓ સામે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018-19 દરમિયાન ગાંધીનગરના કલેક્ટર તરીકે એસ.કે. લાંગાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ દાખલ થઇ છે… ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત કલેકટર લાંગા ઉપરાંત તત્કાલીન ચીટનીસ અને RAC સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પૂર્વ IAS એસ.કે. લાંગાએ આર્થિક ફાયદા માટે પૂર્વયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યાનો આરોપ છે.તેમણે સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી.આ ઉપરાંત તેમણે ખોટા પુરાવા ઊભા કરી તેના આધારે ખોટા દસ્તાવેજો બનાવ્યા અને તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો.લાંગાના કાર્યકાળમાં 5904 કેસના નિર્ણય થયા હતા.

લાંગાએ તેની નિવૃત્તિ બાદ પણ બેક ડેટમાં નિર્ણયો લીધા. તેમના પર પેથાપુરની 30431 ચો.મી. સરકારી જગ્યા ખાનગી ઠેરવી હતી. લાંગાએ બાવળા પાસે ભાગીદારીમાં રાઈસ મિલ શરૂ કરી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે.લાંગાએ બોપલ-શેલામાં સ્કાઇ સિટીમાં બંગલો અને 4 દુકાન તેમજ સાણંદમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાના પણ પુરાવાઓ મળ્યા છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:41 am, Sun, 28 May 23

Next Article